જામનગરમાં વીજ ચેકીંગ:ચેકીંગ દરમ્યાન સાડા ચૌદ લાખની વીજચોરી ઝડપાઇ... 

જામનગરમાં વીજ ચેકીંગ:ચેકીંગ દરમ્યાન સાડા ચૌદ લાખની વીજચોરી ઝડપાઇ... 

mysamachar.in-જામનગર:

જામનગરની સ્થાનિક પીજીવીસીએલ કચેરી દ્વારા આજે ફરીથી જામનગર શહેરમાં વીજ ચેકીંગનો દૌર શરૂ કરવામાં આવ્યો છે.આજે જામનગર સર્કલ હેઠળના સિટી-બી ડિવિઝનમાં સમાવિષ્ટ કાલાવડ,નગરસીમ અને જીઆઇડીસી સબ ડિવિઝન હેઠળના વિસ્તારોમાં આવતા વિશ્રામવાળી,હિંગળાજ ચોક,રણજીતસાગર રોડ,કાલાવડ નાકા,દિગ્વીજય પ્લોટ વગેરે વિસ્તારોમાં વીજ અધિકારીઓની બનેલી ચોત્રીસ ટુકડીઓ ત્રાટકી હતી.

વીજ ચેકિંગમાં 624 વીજજોડાણો ચેક કરતા તેમાંથી 96 જોડાણોમાં ગેરરીતિ ઝડપાઇ ગઈ હતી.આ જોડાણોના ધારકોને રૂ.14 લાખ 59 હજારના પુરવણી બીલ ફટકારવામાં આવ્યા છે.