જામનગર ડેંગ્યુથી વિશેષ પ્રભાવિતઃ નાયબ મુખ્યમંત્રી

જામનગર ડેંગ્યુથી વિશેષ પ્રભાવિતઃ નાયબ મુખ્યમંત્રી

Mysamachar.in-સુરતઃ

રાજ્યમાં રોગચાળાએ માથું ઉચક્યું છે, ખાસ કરીને જામનગર જિલ્લાની સ્થિતિ સૌથી વધું ખરાબ હોવાનું ખુદ નાયબ મુખ્યમંત્રીએ સ્વીકાર્યું છે. જિલ્લામાં ડેંગ્યુંને કારણે ટપોટપ મૃત્યુ થઇ રહ્યાં છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે આ વખતે ચોમાસું લાંબુ ચાલ્યું એટલે રોગચાળો વકર્યો છે, ખાસ કરીને જામનગર ડેંગ્યુથી વિશેષ પ્રભાવિત છે, સરકારનું આરોગ્ય વિભાગ સતર્ક છે, વરસાદ બંધ થતા ઝડપથી સ્થિતિ થાળે પડશે. ઉલ્લેખનીય છે કે જામનગરમાં ડેંગ્યુના સૌથી વધુ કેસ નોંધાયા છે, જેમાંથી અત્યારસુધીમાં 10નાં મોત થયા છે. રોગચાળો વકરતા રાજ્યભરમાં આરોગ્યની ટીમનું ધ્યાન જામનગર તરફ છે. સરકાર તરફથી જામનગરને 50 લાખ રૂપિયા સ્પેશિયલ ફાળવવામાં આવ્યા છે, તો બહારના આરોગ્ય સ્ટાફને જામનગરમાં ડેપ્યુટેશન આપવામાં આવ્યું છે. આરોગ્ય તંત્રનું કહેવું છે કે દર્દીઓને સંપૂર્ણ સારવાર આપવામાં આવી રહી છે. સાથે જ લોકોને પણ તકેદારી રાખવાનું કહેવામાં આવી રહ્યું છે.