તબીબી છાત્રનું મોત,કોલેજના ડીને આપ્યું આ નિવેદન..

તબીબી છાત્રનું મોત,કોલેજના ડીને આપ્યું આ નિવેદન..
તસ્વીર:અમરીશ ચાંદ્રા

Mysamachar.in-જામનગર:

હજુ તો હમણાની જ વાત છે કે વડોદરામા એક મેડીકલ કોલેજમાં અભ્યાસ કરતી તબીબી છાત્રાએ ગળાફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી હતી,ત્યાં જ ગતસાંજે જામનગરની એમ.પી.શાહ મેડીકલ કોલેજના એક તબીબ વિધાર્થીનું શંકાસ્પદ મોતનો કિસ્સો સામે આવતા ચકચાર મચી છે,

વાત એવી છે કે મૂળ ચેન્નઈનો રહેવાસી અને જામનગરની એમ.પી.શાહ મેડીકલ કોલેજમાં અભ્યાસ કરતો દિનેશકુમાર રઘુનાથકુમાર નામનો એનેસ્થેસિયા વિભાગના બીજા વર્ષમાં અભ્યાસ કરતો તબીબ વિધાર્થી ન્યુ પી.જી.હોસ્ટેલમા તેમના રૂમમાં પલંગ પરથી નીચે પડી ચુકેલ હાલતમાં મળી આવ્યા બાદ તેને સારવાર માટે જી.જી.હોસ્પિટલના મેડીકલ ઈમરજન્સી વોર્ડમાં ખસેડવામાં આવ્યો હતો,જ્યાં ડીન ડો.નંદીની દેસાઈ સહિતની ટીમ પણ હાજર રહી હતી અને દિનેશકુમાર ને બચાવવાના અથાગ પ્રયાસો કર્યા હતા પણ તે બચી શક્યો નહોતો,

તબીબી છાત્ર દિનેશકુમારના મોત બાદ મેડીકલ કોલેજના ડીન ડો.નંદીની દેસાઈએ આ મામલે નિવેદન આપતા જણાવ્યું કે મૃતક છાત્રને બ્લડપ્રેશર ની બીમારી હતી અને કદાચ તેના કારણે તેને હાર્ટઅટેક કે બ્રેઈનસ્ટ્રોક થી મોત થયું હોય શકે છે,છતાં પણ મૃતકના પિતા ના ચેન્નઈ જાણ કરી દેવામાં આવી છે જો તે અનુમતી આપશે તો મૃતકના મોત માટે અન્ય કોઈ કારણ છે કે કેમ તેના માટે પોસ્ટમોર્ટમની કાર્યવાહી પણ કરવામાં આવશે પરંતુ હાલ પ્રાથમિક દ્રષ્ટિએ મોતનું કારણ બ્રેઈન સ્ટ્રોક કે હાર્ટએટકે હોવાનું અંતે તેને જણાવ્યું હતું.