CORONA VIRUS:રાજ્યમાં કોરોનાનો પોજીટીવનો આંકડો 18  પર પહોચ્યો 

CORONA VIRUS:રાજ્યમાં કોરોનાનો પોજીટીવનો આંકડો 18  પર પહોચ્યો 

Mysamachar.in-ગાંધીનગર:

આજે જનતા કરફ્યું ને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે, ત્યારે જે મહામારીનો સામનો હાલ કરવામાં આવી રહ્યો છે, તે કોરોનાના વધુ 5 પોઝિટિવ કેસ ગુજરાતમાં નોંધાતા સ્વાભાવિક જ તંત્રની ચિંતા પણ વધી છે, 4 દિવસમાં 18 પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ અંગે માહિતી આપતા જણાવ્યું કે અમદાવાદમાં 7, ગાંધીનગર-3, કચ્છ-1,વડોદરા- 3, રાજકોટ-1 અને સુરતમાં 3 કેસ નોંધાયા છે.

વધુમાં અત્યારસુધીમાં કોરોનાના લઈને રાજ્યમાંથી કુલ 273 સેમ્પલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. જેમાં 18 કેસ પોઝિટિવ આવ્યા છે જ્યારે 253 નેગેટિવ ટેસ્ટ આવ્યા છે. તેમજ બેના રિપોર્ટ આવવાના બાકી છે. આ 18 પોઝિટિવ કેસમાં 11 દર્દીઓ વિદેશથી ગુજરાત આવ્યા છે, સરકારી કે ઘરમાં ક્વોરોન્ટાઇનમાં હોય તેઓએ ઓછામાં ઓછા 14 દિવસ રહેવું અને જ્યાં સુધી ડોક્ટરો સ્વસ્થની સૂચના ન આપી ત્યાં સુધી બહાર નીકળવું નહીં. હાલ લોકો ઘરમાં ક્વોરેન્ટાઇનમાં રહે છે. આ લોકોને ઘર બહાર ન નીકળવા સૂચના આપી છે. અન્યથા સરકાર દ્વારા કડક પગલા ભરવામાં આવશે તેમ પણ જાણવા મળે છે.