કોંગ્રેસ ઉઘરાવશે પાર્ટી ફંડ

કોંગ્રેસ ઉઘરાવશે પાર્ટી ફંડ

mysamachar.in-અમદાવાદ: 

ગુજરાત સહિત સમગ્ર દેશમાં ઓલ ઈન્ડિયા કોંગ્રેસ પક્ષની આર્થિક પરિસ્થિતી નબળી પડતાં આગામી લોકસભાની ચૂંટણી લડવા માટે ગાંધી જયંતિના દિવસથી પાર્ટી ફંડ એકત્રીત કરવા કોંગ્રેસ પાર્ટી દ્વારા અભિયાન ચલાવવાનું નકકી કરાયું છે,

સમગ્ર દેશ સહિત ગુજરાત કોંગ્રેસ પક્ષ પણ દેવામાં ડૂબેલ છે અને એક અંદાજ મુજબ કોંગ્રેસ પર  ૧૦ કરોડનું દેવું મનાઈ રહ્યું છે ત્યારે ઓલ ઈન્ડિયા કોંગ્રેસ પક્ષના ખજાનચી પદે તાજેતરમાંજ ગુજરાતનાં રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલની નિમણૂક કરાઇ છે અને લોકસભાની ચૂંટણી લડવા માટે મની મેનેજમેન્ટ કરવાની જવાબદારી સોપવામાં આવી છે, 

ત્યારે ૨ ઓક્ટોબર ગાંધી જયંતિના દિવસથી ૧૯ નવેમ્બર સુધી કોંગ્રેસ દ્વારા જનસંપર્ક અભિયાન ચલાવીને દરેક બૂથમાથી ૫ હજાર ફંડ ભેગું કરવાનું નક્કી કર્યું છે આ માટે કોંગ્રેસનાં દરેક કાર્યકરો શેરી-મહોલ્લામાં ફરીને ૫ થી ૧૦ રૂપિયા પાર્ટી ફંડ માટે ફાળો માંગવા અભિયાનમાં જોડાશે.