Mysamachar.in-જામનગર:
જામનગર જીલ્લાનું જામજોધપુર દારુ અને જુગારની પ્રવૃતિઓને લઈને કેટલાય વર્ષોથી બદનામ છે, તેવામાં સ્થાનિક પોલીસ કા તો ઘોર નિંદ્રામાં હોય અથવા તો જાણી જોઇને આંખ આડા કાન કરી રહ્યાની ચર્ચાઓ પણ જામજોધપુર પંથકમાં ચાલી રહી છે, એવામાં વધુ એક વખત રેન્જ આઈ.જી.ની સાઈબરસેલ ટીમે જામજોધપુરમાં જુગારનો અખાડો ઝડપી પાડ્યો છે, જામજોધપુરના બસસ્ટેન્ડ રોડ પર મારુતિપાર્ક નામના વિસ્તારમાં સુરેશમાણસરિયા પોતાના રહેણાક મકાને બહારથી માણસો બોલાવીને નાલ ઉઘરાવી જુગાર રમાડી રહ્યાની માહિતી પરથી સાઈબરસેલ રાજકોટની ટીમે દરોડો પાડીને સુરેશ માણસરીયા, મુકેશ કડીવાલ સુભાસ સીણોજીયા, ધર્મેશ મારવીયા, મેરા કલોતરા, રસીક દવે આ તમામને ૨.૪૨ લાખ રોકડા અને અન્ય મુદામાલ મળી કુલ ૩.૨ લાખના મુદામાલ સાથે ઝડપી પાડી આગળની તપાસ જામનગર એલસીબીને સોંપવામાં આવી છે.