Mysamachar.in:જામનગર:
જામનગરમાં એક એવી ઘટના સામે આવી છે જે ખુબ ચોંકાવનારી કહી શકાય તેવી છે, નાની લાખાણી ગામે વસવાટ કરતા એક સગીરે જામનગરમાં ટ્રાવેલ્સના ધંધા સાથે સંકળાયેલા પીયુષ બારાઈની ટ્રાવેલ એજન્સીમાં થી ગાડી બુક કરાવતા પીયુષ બરાઈએ ગાડી સાથે ડ્રાઇવર અમીનભાઇ અબ્દુલભાઇ વસાને નાની લાખાણી ગામે મોકલ્યા હતા, જ્યાં સગીર વયના શખ્સે ડ્રાઈવરને કહેલ તમે મારી વાડીએ સુઈ જાવ..આપને સવારે વહેલા નીકળશું જેના પર ભરોસો રાખીને ડ્રાઈવર વાડીમાં સુઈ ગયા બાદ વહેલી સવારે સગીરે ડ્રાઈવરને માથાના ભાગે કોઈ બોથડપદાર્થનો ઘા ઝીંકીને તેને ડેકીમાં પૂરી દીધા હતા,
જે બાદ ફરીયાદીની હ્યુંડાઇ વર્ના કાર નમ્બર GJ-10-BR-8778 વાળી જેની કીમત આશરે છ લાખ થાય તે લુટી લેવાના ઇરાદે વર્ના કારની ચાવી ઝુટવી ડ્રાઇવર અમીનભાઇને વર્ના કારની ડેકીમાં પુરી દઈને ગોંધી રાખ્યા હતા, ડ્રાઈવરનું અપહરણ કરી જ્યાં-ત્યાં ફેરવી બાદ ધકો મારી ગાડીમાંથી નીચે ઉતારી દીધા હતા, ડ્રાઈવર ડેકીમાં લોહીલુહાણ હાલતમાં હોવાને કારણે વર્ના કારની લુટ ચલાવી લઇ જઈ બાદ વર્ના કારમાં નુકશાન કરી બીનવારસુ હાલત માં આ શખ્સે મૂકી દીધા બાદ કોઈએ પંચકોશી એ ડીવીઝનના સ્ટાફને ફોન કર્યો કે એક ગાડી ભટકાયેલ છે, અને તેમાંથી લોહી ટપકે છે તેવું લાગે છે… તેથી પીએસઆઈ ચુડાસમા અને યશપાલસિંહ જાડેજા સહિતનો સ્ટાફ તપાસ કરતા સમગ્ર મામલાની તેવોએ કડી જોડી ને માલિક સુધી પહોચતા આ સમગ્ર બાબત ઉજાગર થઇ છે, પોલીસે સમગ્ર ઘટનાને અંજામ આપનાર નાની લાખાણી ગામના સગીરવયના શખ્સ સામે IPC કલમ–૩૦૭, ૩૬૫, ૩૯૪, ૪૨૭ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.