જામનગર:એરકોમોડોર સંજય ચૌહાન નો દેહ પંચમહાભૂતમાં વિલીન...

જામનગર:એરકોમોડોર સંજય ચૌહાન નો દેહ પંચમહાભૂતમાં વિલીન...

કચ્છના મુંદ્રા ના બેરાજા નજીક બે દિવસ પૂર્વે ભારતીયવાયુસેનાનું વિમાન ક્રેશ થવાની દુખદ ઘટના બની હતી...આ ઘટનામાં એવું બન્યું હતું કે જામનગર એરફોર્સ સ્ટેશનના વડા સંજય  ચૌહાન રૂટીન ફ્લાઈટ પ્રેક્ટીસ કરી રહ્યા હતા..દરમિયાન જગુઆર પ્લેનમાં કોઈ ખામી સર્જાતા  બે ગામના  લોકોનો જીવ બચાવવા જામનગર એરફોર્સ સ્ટેશનના જાંબાજ શહીદ એરકોમોડોર સંજ્ય ચૌહાન જગુઆર ને સીમ વિસ્તાર સુધી લઇ ગયા હતા..જ્યાં જગુઆર પ્લેન ક્રેશ થઇ જતા એરકોમોડોર ને ગંભીર ઇજાઓ પહોચી હતી..અને તેવો ને સારવાર કારગત નીવડે તે પૂર્વે જ થોડીજ ક્ષણોમાં દમ તોડી દીધો હતો..


મૂળ લખનૌ ઉતરપ્રદેશના સંજય ચૌહાનનું નિધન થતા આજે સવારે જામનગર ના સમાજ સેવક મહાવીર દળ સંચાલિત આદર્શ સ્મશાન ખાતે તેમની અંતિમસંસ્કારવિધિ  સૈન્યના સન્માન સાથે કરવામાં આવી જ્યાં તેમના પરિવાર ઉપરાંત આર્મી,એરફોર્સ અને નેવીના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં એરકોમોડોર સંજયચૌહાન ને  ગાર્ડ ઓફ ઓનર આપી અને તેના અંતિમસંસ્કાર કરવામાં ત્યારે જાંબાજ ના દેહને પંચમહાભૂતમાં વિલીન થતો જોઈ અને હાજર સૌ કોઈની આંખો માં ગમગીની ની છાયા જોવા મળી હતી...