...અને છરી વડે હુમલો કર્યા બાદ આરોપીએ જ બોલાવી ૧૦૮

...અને છરી વડે હુમલો કર્યા બાદ આરોપીએ જ બોલાવી ૧૦૮
તસ્વીર:અમરીશ ચાંદ્રા

mysamachar.in-જામનગર

શહેરમા વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે,પોલીસ માંડ એક હત્યાનો ભેદ ઉકેલે છે ત્યાં જ બીજો બનાવ પોલીસ માટે તૈયાર જ થઇ જતો હોય તેમ લાગી રહ્યું છે,એવામાં ગતરાત્રીના એસટી ડેપો નજીક કુરિયરની ઓફિસમાં જ યુવકની છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા નીપજાવવાના બનાવે સમગ્ર શહેરમા આ મામલા એ સારી એવી ચકચાર જગાવી દીધી છે,

એસટી ડેપો નજીક રાજવીર કોમ્પ્લેક્ષમા ઓરેન્જ કુરીયર એન્ડ કાર્ગો નામની દુકાન આવેલ છે,કુરીયરસંચાલક ડેનિશ પટેલ નામના વ્યક્તિ કાઉન્ટર પર બેઠેલા હતા ત્યારે ત્યાં હરદેવસિંહ નામનો એક શખ્સ ત્યાં આવી ચઢ્યો હતો,અને તેને ડેનિશ પટેલ સાથે પૈસાની કોઈ લેતીદેતી બાબતે બોલાચાલી શરૂ કરી હતી,બોલાચાલી ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા હરદેવસિંહે પોતાની પાસે રહેલ છરી ના ઘા ડેનિશ પર ઝીંકી દેતા ડેનિશ પટેલ ગંભીર રીતે ઘાયલ થઇ ગયો હતો,

જે બાદ હરદેવસિંહને શું સુજ્યું તેને ડેનિશને સારવાર અપાવવા માટે ૧૦૮ એમ્બ્યુલન્સ ને પણ ફોન કરીને સ્થળ પર બોલાવી હતી,પણ ૧૦૮ ના સ્ટાફને સ્થિતિ ની સમજણ પડી જતા તેવોએ તુરંત જ પોલીસને જાણ કરતાં જીલ્લાપોલીસવડા સિંઘલ સહિતનો કાફલો પણ ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો,

ઘટનાસ્થળ પર દોડી આવેલ પોલીસે લાશનો કબજો સંભાળી હત્યાની ગુન્હો નોંધી સીસીટીવી અને હત્યા થઇ ત્યારે આ સમગ્ર ઘટના નજરે જોનાર એક વ્યક્તિના નિવેદન સહિતની કાર્યવાહી હાથ ધરી છે,પણ એસટીરોડ જેવા ભરચક્ક વિસ્તારમાં ૪૧ વર્ષીય કુરિયર ચલાવતા પટેલ યુવકની હત્યા એ સમગ્ર શહેરમા ભારે ચકચાર મચાવી દીધી છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.