રીવાબા જાડેજાએ ભાજપમાં જોડાયા બાદ શું આપી પ્રતિક્રિયા.?જુઓ VIDEO

mysamachar.in-જામનગર:

થોડા સમય પૂર્વે ભારતીય ટીમના ક્રિકેટર રવિન્દ્રજાડેજા અને તેમના પત્ની રીવાબા જાડેજા એ દિલ્હી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની શુભેચ્છા મુલાકાત લીધી હતી,ત્યારથી રીવાબાની રાજકારણમા જોડાવવાની ચર્ચાઓ તેજ થઇ ચુકી હતી,અને અંતે તે ચર્ચાઓ ક્યાંક સાચી ઠરી હોય તેમ ગઈકાલે વડાપ્રધાન જામનગર ખાતે આવી રહ્યા છે,તેની પૂર્વ સંધ્યાએ એટલે કે આજે વિધિવત રીતે રીવાબા જાડેજા જામનગર શહેર ભાજપ કાર્યાલય આવી પહોચ્યા હતા,જ્યાં શહેર ભાજપ અધ્યક્ષ હસમુખ હિંડોચા એ તેવોને ખેસ પહેરાવી અને આવકાર્ય હતા,ત્યારે કૃષિમંત્રી આર.સી.ફળદુ,સાંસદ પુનમબેન માડમ અને ધારાસભ્ય હકુભા જાડેજા સહિતના આગેવાનોની હાજરીમાં ભાજપમાં જોડાયા બાદ રીવાબા એ શું પ્રતિક્રિયા આપી તે જાણવા ઉપરનો વિડીયો ક્લીક કરો..