આઠ વર્ષે જયારે યુવતીના એ ફોટાઓને આધારે યુવકે કર્યું આવું...

આઠ વર્ષે જયારે યુવતીના એ ફોટાઓને આધારે યુવકે કર્યું આવું...
symbolic image

Mysamachar.in-સુરત:

આજનો સમય સોશ્યલ મીડિયાનો સમય છે,અને તેમાંય પ્રેમીપંખીડાઓ તો કલાકોના કલાકો મોબાઈલમા ના માત્ર વાતો કરે છે, પણ વિડીયોકોલિંગ પણ કરે છે અને એકબીજાને પોતાની અંગત પળોના દ્રશ્યો પણ મોકલે છે, ત્યારે યુવતીઓ જે યુવકો પર આંધળો વિશ્વાસ મૂકી દેતી હોય છે તેના માટે એક ચોકાવનારો કિસ્સો સુરતમાં સામે આવ્યો છે,

આજે સોશ્યલ મીડિયાના સમયમાં યુવક અને યુવતીઓ એકબીજાના સબંધોમાં  હોય ત્યારે એકબીજાના અંગત ફોટા કે વિડીયોની આપ-લે કરતાં હોય છે. પણ આવી આપ-લે જયારે સબંધો પૂર્ણ થઇ જાય તો ક્યારેક મુસીબત પણ બની શકે છે, આવું જ બન્યું છે સુરતના ઉઘના વિસ્તારમાં...અહી વસવાટ કરતી યુવતીને એક  યુવક  વચ્ચે આઠ વર્ષ પહેલાં પ્રેમ સંબંધ હતો. તે સમયે યુવતીએ પોતાની અંગત પળોના ફોટા યુવકને મોકલ્યા હતા. આઠ વર્ષ બાદ આ જ ફોટા વડે યુવતીને ધમકાવીને યુવકે તેના પર દુષ્કર્મ આચર્યું હતું. અંતે યુવકની આવી  હરકતથી કંટાળેલી યુવતીએ આ મામલે યુવક સામે પોલીસ ફરિયાદ કરી હતી. યુવતીની ફરિયાદના આધારે પોલીસે આરોપી વિષ્ણુની શોધખોળ શરૂ કરી છે,પણ આ કિસ્સો એ તમામ યુવતીઓ માટે લાલબતી સમાન છે, જે યુવકો પર આંધળો વિશ્વાસ કરે છે.