સાંસદ પૂનમબેનનું આમરણમા ઐતિહાસીક સ્વાગત કરતાં ગ્રામજનો..

સાંસદ પૂનમબેનનું આમરણમા ઐતિહાસીક સ્વાગત કરતાં ગ્રામજનો..

Mysamachar.in-જામનગર:

જામનગર સંસદીય મત વિસ્તાર હેઠળ આવતા મોરબી જીલ્લા ના આમરણ મુકામે સાંસદ પુનમબેન માડમ નુ સન્માન કરવામા આવ્યુ હતુ. સતત  બીજી વખત પ્રચંડ જનમત થી વિજેતા થયેલા  જામનગર ના સાંસદ પુનમબેન માડમ એ મતદારો નો આભાર વ્યક્ત કરવા આમરણ ચોવીસી પંથકનો  પ્રવાસ કર્યો હતો,અને સન્માન સભામા ઉપસ્થિત રહી નોંધપાત્ર સહયોગ,સમર્થન,વિશ્ર્વાસ અને આશિર્વાદ આપવા બદલ આમરણ ચોવીસી પંથકના સૌ નાગરીકોનો આભાર વ્યક્ત કર્યો હતો,તેમજ પક્ષના સંગઠનની અથાગ જહેમતને મહત્વપુર્ણ ગણાવી હતી,અને નાગરીકોએ જે જવાબદારી માનભેર સોંપી છે,તે સાર્થક કરવા ની ખાત્રી આપી હતી,

આમરણ પંથકમા સાંસદ પૂનમબેનને આવકારવા અનેરો થનગનાટ હતો,ખુબ મોટી સંખ્યામા ઉપસ્થિત પંથકના સૌ આગેવાનો,વડીલો,ભાઇઓ,બહેનો,ભાજપના સૌ આગેવાનો,હોદેદારો,કાર્યકર્તાઓ સૌ એ ગામડાની ગરીમા ગાડાને પૂનમબેન માટે સુશોભીત કર્યુ હતુ,પૂનમબેન માડમ એ પ્રચાર વખતેની જેમ જ વિજ્ય સભા પહેલા ખેતીપ્રધાન રાષ્ટ્ર ના પ્રતિક ગાડામા સવારી કરી હતી,ત્યારે સાથે સાથે ઢોલ ,નગારા ,ત્રાસા સાથે ઐતિહાસીક સ્વાગત કરાયુ હતુ

આ તકે આમરણ ચોવીસીના સૌ સંરપચઓ આમરણની આજુબાજુમાથી  આગેવાનો સહિત સૌ નાગરિકો અને પક્ષના હોદેદારો કાર્યકર્તાઓ સહિત સૌ મોટી સંખ્યા મા હાજર રહ્યા હતા.જેમા રાજેશ કાસુન્દ્રા, કેશુભાઈ કાસુન્દ્રા, હસમુખભાઈ ગાંભવા. ઇકબાલભાઇ બુખારી. દાદામીયા બુખારી જેન્તીભાઈ અઘેરા રઘાભાઇ પરમાર સહિત પંથકના આગેવાનો વગેરે મોટી સંખ્યા હાજર રહ્યા હતા

આ તકે સાંસદ પૂનમબેન માડમએ  આમરણ ખાતે આયોજીત સભામાં નાગરિકો, કાર્યકર્તાઓ અને  સમાજના આગેવાનો દ્વારા થયેલ અભિવાદનનો સાદર  સ્વીકાર કર્યો હતો અને  હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો. હતો તેમજ મનનીય,ચિંતનશીલ અને આભાર વ્યક્ત કરતુ સંબોધન કર્યુ હતુ.