યુવકે સહકર્મચારી મહિલાનું સોશ્યલ મીડિયામાં બોગસ એકાઉન્ટ બનાવી કરી પરેશાન...

યુવકે સહકર્મચારી મહિલાનું સોશ્યલ મીડિયામાં બોગસ એકાઉન્ટ બનાવી કરી પરેશાન...

Mysamachar.in-અમદાવાદ:

સોશ્યલ મીડિયાના સદુપયોગ ને બદલે દુરુપયોગના કિસ્સાઓ સતત વધી રહ્યા છે, ક્યારેક કોઈને બદનામ કરવા તો ક્યારેક કોઈનો બદલો લેવા કે મજાક માટે ફેક એકાઉન્ટનો સહારો લઈને સોશ્યલ મીડિયાનો દુરુપયોગ પણ કરવામાં આવી રહ્યો છે, ત્યારે આવો વધુ એક કિસ્સો મેટ્રોસીટી અમદાવાદમાં સામે આવ્યો છે, જ્યાં ખાનગી કંપનીમાં સાથે કામ કરતી મહિલાને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર નકલી એકાઉન્ટ બનાવીને હેરાન કરતા યુવક સામે ફરિયાદ નોંધાયા બાદ સાયબર ક્રાઇમની ટીમે તેની ધરપકડ કરી છે.

દિપક નામનો આરોપી તેની સાથે કંપનીમાં કામ કરતી એક મહીલા કર્મચારીને ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક પર નકલી એકાઉન્ટ બનાવીને હેરાન કરતો હતો. જેની ફરીયાદ કંપનીના એચ આર ડિપાર્ટમેન્ટમા પણ કરી હતી. પરંતુ તેમ છતા તેને કોઈ અસર થઈ ન હતી અને નોકરીમાંથી કાઢી નાખ્યા બાદ પણ યુવકની  હરકતો ચાલુ રહેતા મહિલાએ કંટાળી જઈને સાયબર ક્રાઈમમા ફરિયાદ નોંધાવતા પોલીસે યુવકને ઝડપી પાડ્યો છે,

ફેક એકાઉન્ટ થકી ત્રાસ નો ભોગ બનનાર યુવતીએ કંપનીના એચઆર વિભાગમાં ફરિયાદ કરતા આરોપીને નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યો હતો, જેની અદાવત રાખીને દિપકે ફેસબુક ઉપર નકલી આઇડી બનાવીને ફરિયાદી મહિલાના ફોટા અને મોબાઇલ નંબર ફેસબુક ઉપર અપલોડ કર્યા હતા. અને ખરાબ ચારિત્ર દર્શાવતું લખાણ પણ લખ્યું હતું. જેના કારણે જુદા જુદા યુઝરો  મહિલાને કોલ કરીને હેરાન કરતા હતા.પણ અને સાઈબર ક્રાઈમ ની ટીમે તેને ઝડપી પાડ્યો છે,