RSPL કંપનીની લેબર કોલોનીમાં મહિલાનો આપઘાત..

RSPL કંપનીની લેબર કોલોનીમાં મહિલાનો આપઘાત..

mysamachar.in-દેવભૂમિદ્વારકા:

જીલ્લાના કુરંગા નજીક જ્યારથી આરએસપીએલ કંપની આવી છે ત્યારથી કંપનીને લઇ ને કોઈ ને વિવાદો સમયાંતરે સામે આવતા જ રહે છે,તેવામાં ગઈકાલે આરએસપીએલ કંપનીની લેબર કોલોનીમાં મહિલાએ ગળાફાંસો ખાઈ લઇ આપઘાત કરતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે,

ગત સાજના સમયે દ્વારકા તાલુકાના કુરંગા ગામ નજીક આવેલ આરએસપીએલ કંપનીનીની લેબર કોલોનીમાં વસવાટ કરતી મૂળ બિહારની રીન્કુદેવી અશોકકુમાર મંડલ નામની ૨૩ વર્ષીય મહિલા એ કંપનીમાં અંદર આવેલ સરસ્વતી કોલોનીમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાની માહિતી પરથી પોલીસે સ્થળ પર પહોચી લાશનો કબજો લઇ અગમ્ય કારણોસર મહિલાએ આત્મહત્યા કરી હોવાનું નોંધી વધુ તપાસ હાથ ધરી છે.