Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
હાલમાં સોશ્યલ મીડિયા એપ ટીકટોકનું લોકોને ઘેલું લાગ્યું છે, ત્યારે ટીકટોકમાં વિડીયો મુકવાની બાબતે કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે બ્યુટીપાર્લર ચલાવતી મહિલા પર નિર્લજ્જ હુમલો કરવામાં આવ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે, વાત એવી છે કે બ્યુટીપાર્લર ચલાવતી મહિલાએ થોડાસમય પૂર્વે બ્યુટી પાર્લરમા તૈયાર થવા આવેલ હડમતીયા ગામની એક મહિલાનો પોતાના ફોનમા વીડીયો ઉતારી પોતાના ટીકટોક આઇડીમા મુકેલ હોય જે બાબતનુ મન:દુખ રાખી ભરત આંબલીયા અને અન્ય એક અજણ્યા શખ્સે આ મહિલાના ઘરમા અપપ્રવેશ અને ગાળો ભાંડી હતી,
અને ભરત આંબલીયાએ મહિલાને હાથ તથા પહેરેલ ટી-શર્ટનો કાઠલો પકડી નિર્લજ હુમલો કરી નીચે પછાડી દઇ શરીરે તથા હાથમા મુંઢ ઇજાઓ કરી ફળીયામા પડેલ ફુલ ઝાડના કુંડા તોડી નાખ્યા હતા, તો સાથે આવેલ અન્ય એક અજાણ્યા ઇસમેં મકાનની બારીમા પથ્થર મારી બારીનો કાચ તોડી બન્ને આરોપીઓ એ બ્યુટીપાર્લર ચલાવતી મહિલા તેમજ તેના પતિને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો મામલો કલ્યાણપુર પોલીસમથકે નોંધાયો છે.