CM આવાસ યોજનામાં મકાન આપવાના બહાને છેતરપીંડિ

CM આવાસ યોજનામાં મકાન આપવાના બહાને છેતરપીંડિ
પ્રતિકાત્મક તસવીર

Mysamachar.in-મોરબીઃ

મોરબીમાં મુખ્યમંત્રી આવાસ યોજનામાં મકાન અપાવવાનું કહી અનેક લોકો સાથે છેતરપીંડિનો કિસ્સો સામે આવ્યો છે. એક ઇસમ દ્વારા મુખ્યમંત્રી આવાસ યોજનાના દસ્તાવેજ પર ખોટા સહી સિક્કા કરી રૂપિયા 3,15,000 રૂપિયાની છેતરપીંડિ કરી હોવાની ફરિયાદ નોંધાઇ છે. આ ફરિયાદ વિશાલ પંચોલી નામના ઇસમ વિરુદ્ધ નોંધાઇ છે, ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે આરોપી વિશાલે જુદા જુદા ચાર લોકોને મુખ્યમંત્રી આવાસ યોજનામાં મકાન અપાવવાની લાલચ આપી રૂપિયા ઉઘરાવ્યા હતા. ફરિયાદના આધારે પોલીસે વિશાલની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો સમગ્ર મામલામાં હજુ પણ કેટલાક લોકોની સંડોવણી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે જે અંગે તપાસ શરૂ છે, સપનાનું ઘર મળે તે માટે સરકાર દ્વારા મુખ્યમંત્રી આવાસ યોજના શરૂ કરી છે, જેમાં ડ્રોમાં નામ આવ્યા બાદ સરકાર દ્વારા બનાવવામાં આવેલા ફ્લેટ ફાળવવામાં આવે છે, એટલું જ નહીં ડ્રોમાં નામ આવ્યા બાદ પૈસા બેંકમાં ભરવાના હોય છે, પરંતુ અહીં લાલચ આપી રોકડા પૈસા ઉઘરાવ્યા હતા. ભોગ બનેલા મોટાભાગના લોકો સામાન્ય આર્થિક સ્થિતિના હોવાથી શહેરમાં ભારે રોષની લાગણી પ્રવર્તી છે.