પતિએ આ કારણે પોતાની જ પત્નીના ન્યૂડ ફોટો કર્યા વાયરલ

પતિએ આ કારણે પોતાની જ પત્નીના ન્યૂડ ફોટો કર્યા વાયરલ
પ્રતિકાત્મક તસવીર

Mysamachar.in-અમદાવાદઃ

પતિ, પત્ની અને વોના તો અનેક કિસ્સા સામે આવતા રહે છે, જો કે અહીં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં ખુદ પતિએ જ પોતાની પત્નીની ન્યૂડ તસવીરો જાણી જોઇને વાયરલ કરી દીધી. ઘટના અમદાવાદની છે, અહીં પ્રેમલગ્ન કરનાર એક મહિલાએ પોતાના પતિ વિરુદ્ધ દહેજ માગી માર મારવા અને અશ્લિલ તસવીરો વાયરલ કરવાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે આરોપી પતિ વિરુદ્ધ અટકાયતી પગલા સહિતની કામગીરી હાથ ધરી હતી.

અમદાવાદમાં ગીતામંદિર પાસે રહેતી મનીષાએ અમદાવાદમાં જ મકરબામાં રહેતા રાજ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા(બંને નામ કાલ્પનિક છે). લગ્નના થોડા સમય બાદ જ પતિ રાજનો અસલી ચહેરો સામે આવ્યો અને તે મનિષા પાસે રૂપિયા એક લાખના દહેજની માગણી કરવા લાગ્યો અને માર મારી ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું. કંટાળી એક દિવસ મનિષા પોતાના પીયર જતી રહી. દહેજ ન આપવા અને પોતાને છોડી દેવાનો ખાર રાખી રાજે પત્ની મનિષાના નામે એક વોટ્સએપ ગ્રૂપ બનાવ્યું. જેમાં મનિષાના સંબંધીઓ તથા બંનેના મિત્રોને એડ કર્યા ત્યારબાદ રાજે પોતાના મોબાઇલમાં કેદ કરેલી મનિષાની ન્યૂડ તસવીરો આ ગ્રૂપમાં વાયરલ કરી દીધી. બાદમાં કેટલાક મિત્રોએ મનિષાને જાણ કરી તે તારી આવી તસવીરો તારા પતિએ વાયરલ કરી છે તો રોષે ભરાયેલી મનિષા પોલીસ સ્ટેશન પહોંચી હતી અને પતિ રાજ વિરુદ્ધ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.