ખંભાળીયામાં શા માટે ફૌજીની પત્નીએ આપી દીધો જીવ..

ખંભાળીયામાં શા માટે ફૌજીની પત્નીએ આપી દીધો જીવ..

mysamachar.in-દેવભૂમિ દ્વારકા

એક બાજુ દેશ આખો પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ જવાનોના શોકમાં ગરકાવ છે ત્યારે દ્વારકામાં એક જવાનની પત્નીએ આપઘાત કર્યાની ઘટના બની છે.પતિને દેશની સુરક્ષા માટે ફરજ પર જવા માટે અટકાવતા પતિ ન માનતા પત્નીએ ઘરમાં આપઘાત કર્યાનો દુખદ બનાવ સામે આવ્યો છે,

મળતી માહિતી પ્રમાણે દેવભૂમિદ્વારકા જિલ્લાના ખંભાળિયામાં ભૂપેન્દ્રસિંહ જેઠવા પરિવાર સાથે રહે છે.તેઓ કાશ્મીરમાં સેનામાં ફરજ બજાવે છે,તાજેતરમાં કાશ્મીરમાં પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં સીઆરપીએફના 40થી વધારે જવાનો શહીદ થવાની ઘટનાથી ભૂપેન્દ્રસિંહની મીનાક્ષીબા પતિની સલામતી ની ચિંતાને લઈને ગભરાઇ ગયા હતા.

જેના પગલે રજા ઉપર આવેલા ભૂપેન્દ્રસિંહ જેઠવાને ફરજ ઉપર પરત ન જવા માટે દબાણ કર્યું હતું. જોકે, પતિએ દેશની સુરક્ષા માટે જવાની વાત કહી હતી.આ વાતનું મનમાં લાગી આવતા આજે સવારે મીનાક્ષીબા એ પોતાના ઘરમાં જ આપઘાત કરી લીધાની દુખદ ઘટના થી પતિ ભૂપેન્દ્રસિંહ જેઠવા સહિત પરિવારમાં શોક ફેલાઈ જવા પામ્યો છે.