Mysamachar.in-જામનગર:
જામનગર મ્યુનીસિપલ કોર્પોરેશનમાં ટીપીઓ અને ટેકસનું ચોક્કસ ગઠબંધન છે, જેના કારણે વિકાસ પરવાનગી અપાયા બાદ મિલ્કત ટેકસ ચોપડે ચડાવવા વિગત પુરી પડાતી જ નથી વિગત પુરી પાડાય તો પણ ચોપડે ચડતી નથી તે ઉપરાંત બીજુ મહત્વનું કારસ્તાન મિલ્કત ટ્રાન્સફર થાય તો પણ ટેકસ ચોપડે ચડતી ન હોય જુદા-જુદા અનેક ઇસ્યુ ઉભા થાય છે, બાદમાં ડીફરન્સ ટેકસ, પ્રોપર ટેકસ, કારપેટ માપણી મુજબ ટેકસ, મિલ્કતમાં વધારો થયો તેનો ટેકસ અને જુના માલીક હાથ ખંખેરી નાંખતા બને નવાના નામે ચડાવેલ ન હોય સંપુર્ણ ટેકસ લોસ જેવા અનેક પ્રશ્ર્નો ઉભા થયા છે. અમુકનો બંગલા સહિતની મિલ્કત ટેકસ દફતરે ન ચઢી જાણકારોમાં જ ચર્ચાય છે હવે હદ વધતા 1 લાખ 76 હજાર મિલ્કત ચોપડે છે પરંતુ જાણવા મળી રહ્યા મુજબ દસ હજારથી વધુ રેકર્ડ ઉપર અનેક કારણોસર નથી તે અંગે કંઇ પગલા લેવાતા નથી કેમ કે તે ઇરાદાપૂર્વકના કૃત્યો છે.