પુજાએ ઉષાબેનને શા માટે ભર્યું બચકું..?

પુજાએ ઉષાબેનને શા માટે ભર્યું બચકું..?

Mysamachar.in-અમદાવાદ:

યુવતીની સગાઇ તુટી ગયા બાદ તેને રોષે ભરાઇને યુવકની માતાને જાહેરમાં બચકા ભરીને બેફામ ગાળો આપી મારકૂટ કર્યાનો બનાવ અમદાવાદમાં સામે આવતા વાત પોલીસ સ્ટેશન સુધી પહોંચી છે. આ બનાવની મળતી વિગત મુજબ અમદાવાદના જીવરાજ પાર્કમાં રહેતા અને નર્સ તરીકે ફરજ બજાવતા ઉષાબેનના પુત્ર જીગ્નેશના લગ્ન પૂજા સાથે નકકી થયા હતા, જોકે ઉષાબહેનને ખબર પડી કે પૂજા સ્વભાવે સારી નથી. જેથી તેમના પુત્ર જીગ્નેશના લગ્ન પૂજા સાથે કરવાની ના પાડી દીધી હતી,

તેવામાં ગઇકાલે સાંજના સમયે ઉષાબહેન હોસ્પિટલ જતા હતા. દરમિયાનમાં પૂજાએ તેમનો પીછો કર્યો હતો. તકનો લાભ લઇને પૂજાએ ઉષાબહેનને રોકી ગાળો બોલીને હાથ પર બચકા ભરીને મારા-મારી કરી હતી. આ મામલે ઉષાબહેને સેટેલાઇટ પોલીસસ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પૂજા સહિત તેના માતા-પિતા વિરૃદ્વમાં ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.