જોડિયામાં 10 કરોડની ભૂગર્ભ ગટરમાં 3 કરોડ ગાયબ.?

જોડિયામાં 10 કરોડની  ભૂગર્ભ ગટરમાં 3 કરોડ ગાયબ.?

mysamachar.in-જામનગર:


જામનગર જિલ્લાના  છેવાડાના પછાત તાલુકા એવા જોડિયા ગામ  બોણી બામણીનું ખેતર હોય તેમ આશરે ચાર વર્ષ પહેલા ગંદા પાણીના નિકાલ માટે અને પ્રજાની જાહેર સુખાકારી માટે ભૂગર્ભ ગટર બનાવવામાં આવેલ હતી જે હવે માથાનો દુઃખાવો હોય અધૂરી કામગીરીના કારણે રોજ રોજ ભૂગર્ભ ગટર છલકાતા અને આખા ગામમાં જાણે ગંદકીનું સામ્રાજ્ય હોય તેવા દ્રશ્યો ખડા થયા છે..ચાર વર્ષ બાદ ગોબાચારી સામે આવી છે અને જોડિયાવાસીઓ માટે  ભૂગર્ભ ગટરની  સુવિધા  બદલે દુવિધા સાબિત થઈ રહી છે


જોડિયા ગ્રામપંચાયતના હાલના સરપંચ અશોકભાઈ વર્માએ MYSAMACHAR સાથે ટેલિફોનિક વાતચીતમાં ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે જોડિયા ખાતે ચાર વર્ષ પહેલા 10 કરોડના ખર્ચે ભૂગર્ભ ગટર કરવામાં આવી હતી અને  કોન્ટ્રાકટર દ્વારા પાંચ વર્ષ સુધી આ ગટરનું મેન્ટેનન્સ કરવાનું હોય કોન્ટ્રાકટર કામ અધૂરું છોડીને જતા રહ્યા છે અને અધિકારીઓની મિલીભગતથી કોન્ટ્રાકટરની ડિપોઝીટ પણ છૂટી કરી દેવામાં આવી છે, જોડિયા ભૂગર્ભ ગટરમાં મોટા પાયે ગેરરીતિ આચરવામાં આવેલ હોવાથી જોડિયા ગ્રામપંચાયતને ભૂગર્ભ ગટર પૂર્ણ થયા બાદ સોંપણી પણ કરવામાં આવેલ નથી અને જો સોંપવામાં આવેલ હોય તો તંત્ર તેના પુરાવા આપે તેવો દાવો પણ સરપંચ એ કર્યો છે,


જોડિયા ગ્રામપંચાયતના સરપંચ અશોકભાઈ વર્મા ભૂગર્ભ ગટરમાં થયેલ ગેરરીતિમાં જામનગરના અગાઉના ઉચ્ચ અધિકારી વગેરેએ  મોટાપાયે વહીવટ કર્યાનો ગંભીર આક્ષેપ કરતા ચકચાર જાગી છે.ત્યારે આ સમગ્ર મામલો ઓખાના શૌચાલય કૌભાંડની જેમ ઉચ્ચ સ્તરીય તપાસ માંગી લેતો બની જવા પામ્યો છે..અને યોગ્ય દિશામાં ભૂગર્ભ ગટર કૌભાંડની તપાસ કરવામાં આવે તો કૌભાંડ મા મો કાળું કરનાર કેટલાય પૂર્વ અધિકારીઓને પગતળે રેલો ઉતરી આવે તેમ છે.