જ્યારે ૧૫ વર્ષીય કિશોર શિક્ષણમંત્રી પાસે અરજદાર બનીને પહોંચ્યો..

જ્યારે ૧૫ વર્ષીય કિશોર શિક્ષણમંત્રી પાસે અરજદાર બનીને પહોંચ્યો..

Mysamachar.in-ગાંધીનગર:

ગાંધીનગર સચિવાલયમાં સામાન્ય રીતે અરજદારો પોતાના કોઈને કોઈ પ્રશ્નની રજૂઆતો અર્થે ઉચ્ચ અધિકારીઓ અથવા તો મંત્રીઓને મળવા માટે પહોંચતા હોય છે,ત્યારે આજે બુધવારે સચિવાલયના પ્રટાંગણમાં એક નાનો અરજદાર પણ જોવા મળ્યો હતો. જે પોતાનું અને બહેનના એડમિશન માટે અરજી કરવા માટે શિક્ષણમંત્રીને મળવા પહોંચ્યો હોવાનું સામે આવ્યું છે,

ધોરણ ૧૦માં અભ્યાસ કરતો વિવેક પોતાનું અને પોતાની બહેનના એડમિશનની રજૂઆત કરવા માટે શિક્ષણમંત્રીને મળવા પહોંચ્યો હતો. ૧૫ વર્ષીય વિવેક કેન્દ્રીય વિદ્યાલયમાં એડમીશન ન મળતા ગાંધીનગર સચિવાલયમાં પહોંચ્યો હતો. પરંતુ અહિંયા પણ તેને યોગ્ય પ્રત્યુત્તર ન સાપડ્યો હોવાનું જાણવા મળે છે.

આજે સચિવાલયના પટાંગણમાં એક નાનો અરજદાર જોવા મળ્યો હતો.દસમાં ધોરણમાં અભ્યાસ કરતો વિવેક પોતાના ભાઇ બહેનના એડમિશનની રજૂઆત કરવા માટે શિક્ષણમંત્રીને મળવા પહોંચ્યો હતો.જો કે આ પૂર્વે પણ શિક્ષણમંત્રી કાર્યાલયે પત્ર લખ્યો હોવા છતાં પણ કેન્દ્રિય વિદ્યાલયમાં ભાઇ-બહેનને એડમિશન મળ્યું ન હતું.

રજૂઆત કરવા આવેલા વિવેકદાસ પાસે સ્થાનિક કલેક્ટરનો પણ ભલામણપત્ર પણ હતો. જે સાથે રાખીને તે શિક્ષણ મંત્રીને મળવા પહોંચ્યો હતો. આટલી નાની ઉમરના અરજદારને જોઇને સચિવાલયનો સ્ટાફ પણ આશ્ચર્યમાં મુકાયા હતા.