કોંગ્રેસ પ્રવક્તાનો સવાલ ૨૦૧૮માં સંગ્રહ કરેલુ પાણી હવામાં ઉડી ગયું કે...ભ્રષ્ટાચારની કેનાલોમાં..?

કોંગ્રેસ પ્રવક્તાનો સવાલ ૨૦૧૮માં સંગ્રહ કરેલુ પાણી હવામાં ઉડી ગયું કે...ભ્રષ્ટાચારની કેનાલોમાં..?

Mysamachar.in-અમદાવાદ:

રાજ્યોમાં ઉનાળાની કાળઝાળ ગરમીએ સમગ્ર રાજ્યના લોકોની સાથે પશુધન અને પક્ષીઓ તેમજ અન્ય જીવોને મુશ્કેલીમાં મૂકી દીધા છે. ભાજપ સરકાર ૧૮ વર્ષથી પાણીના નામે અને પાણી યોજનાઓના નામે રાજનીતિ કરી રહી છે.૨૦૧૮માં સંગ્રહ કરેલું પાણી હવામાં ઊડી ગયુ કે ભ્રષ્ટાચારની કેનાલમાં...? તેવો પ્રશ્ન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવકતા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે,રાજ્ય સરકારે ૨૦૧૮મા એટલે કે ગત વર્ષે ૧૧ હજાર લાખ ઘન કૂટ પાણી સંગ્રહ કરવાના કામો કરાવ્યા હતા,

જે અગાઉ પાણીની જે જળસંગ્રહ ક્ષમતા હતી તેનાથી દોઢ ગણી વધારે હતી. ૩૨ નદીઓને પુનઃજીવંત કરવામાં આવી હતી,તો ૧૩૦૦૦ તળાવોને ઊંડા કરવામાં આવ્યા હતા,જ્યારે ૫૫૦૦ કિલોમીટરની નહેરો ની સાફ-સફાઈ કરી હતી,તેમજ પાઇપોના જે પાણી લીકેજ હતા‌. તે પણ બંધ કરી દીધા હતા અને આ તમામ કામો બે લાખ લોકોના શ્રમયજ્ઞ તેમજ ૧૫૦૦૦ જેસીબી દ્વારા કરવામાં આવ્યા હતા,

આમ છતાં આજની તારીખે રાજ્યના અનેક ગામડાઓ અને નાના શહેરો પાણી માટે વલખા મારે છે,ત્યારે સવાલ એ ઉઠે છે કે જો ૨૦૧૮ના વર્ષમાં ૧૧ હજાર લાખ ધનકૂટ પાણી સંગ્રહ કરવાના રાજ્ય સરકારે કરેલા કામમાં ગયા ક્યાં..? શું સંગ્રહ કરેલ પાણી હવામાં ઉડી ગયુ‌..કે પછી..! જો કે ત્યારે મે મહિનાની શરૂઆત છે. અને રાજ્યના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણી માટે લોકો અહીં તહીં ભટકીને પાણી મેળવવા વલખા મારે છે,

અમદાવાદ સહિત મહાનગરોમાં પણ કેટલાક વિસ્તારોમાં ટેન્કરો દ્વારા પાણી વિતરણ કરવાની ફરજ પડી રહી છે. રાજ્યના અનેક ગામોમાં પાણી પહોંચાડવા ટેન્કરનો ઉપયોગ કરવો પડી રહ્યો છે. પરંતુ આ ટેન્કરો નક્કી કરેલા સ્થળો ઉપર નિયમિત પાણી પહોંચાડે છે કે કેમ.? તે સવાલ ઉઠાવા પામ્યા છે કારણ કે ગ્રામ્ય વિસ્તારમાં જ્યાં ટેન્કરો દ્વારા પાણી પહોંચાડવામાં આવે છે ત્યાં લોકોની પાણી મેળવવા લાઈનો લાગેલી જ રહે છે,

ભાજપ સરકાર જળ વિતરણ અને જળ વ્યવસ્થાપન ક્ષેત્રે સદંતર નિષ્ફળ ગયું છે. દર વર્ષે કરોડો રૂપિયાના નામે પાણી યોજના, અને પાઈપલાઈન યોજનાઓ ભ્રષ્ટાચારની યોજનાઓ બની ગઈ છે. રાજ્ય સરકાર પણ આગ લાગે ત્યારે પાણી માટે યોજનાઓ બનાવે છે પણ પરિણામ શું...? ૨૦૧૮ના વર્ષોમાં રાજ્ય સરકારે જે આયોજન કરેલું એનું પરિણામ શું આવ્યું તેની આજદિન સુધી જાહેરાત કરી નથી અને તેનું કારણ પણ સમજાતું નથી..!! ૨૦૧૮માં પાણી સંગ્રહ માટેની ક્ષમતા વધારીને ૧૧ હજાર લાખ ઘનફૂટ પાણી સંગ્રહની વિવિધ યોજનાઓ બનાવેલ તે નિષ્ફળ ગઈ કે શું..? તેવા સવાલો પણ કોંગ્રેસ પ્રવક્તાએ ઉઠાવ્યા છે.