હે...વ્હાલા હવે તો વરસ...

હે...વ્હાલા હવે તો વરસ...

Mysamachar.in-જામનગર-દેવભૂમિ દ્વ્રારકા: 

અત્યારે સમગ્ર હાલારમાં એક જ ચર્ચા ચાલી રહી છે કે વરસાદ ક્યારે આવશે...?લોકો ગરમીથી આકુળવ્યાકુળ છે,તો બીજી તરફ કેટલાય ગામો અને શહેરોમા પીવાના પાણીની મોટી સમસ્યા છે,ત્યારે સૌ કોઈ મેઘરાજા ના આગમનની રાહ જોઈને બેઠા છે. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદે વિરામ લેતા ખેડૂતો ચિંતીત બન્યા છે,

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કેટલાય ખેડૂતોએ વાવણી કર્યા બાદ વરસાદ ખેંચાતા જગતનો તાત પોતાના ઉભા પાકને બચાવવા આકાશ સમીપ મો કરી ને મેઘરાજા વરસે તેવી પ્રાર્થના કરી રહ્યો છે,નહિતર બિયારણ સહિતના લાખોના ખર્ચ એળે જાય તેમ છે,કહેવાય છે કે સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં વાયુ વાવાઝોડાની અસરના પગલે પણ વરસાદ પાછો ખેંચાયાનું માનવામાં આવી રહ્યું છે,હાલારમાં મુખ્યત્વે મગફળી અને કપાસ સહિતના મુખ્ય પાકો છે,ત્યારે ખેડૂતો સહિતના લોકો હવે વરસાદ વર્ષે તે માટે ભંડારાઓ,ધૂન,ભજન સહિતના કાર્યક્રમો પણ કરી રહ્યા છે.