આગાહીનું અપડેટ,NDRFની ૨ ટીમો જામનગર આવવા રવાના..

આગાહીનું અપડેટ,NDRFની ૨ ટીમો જામનગર આવવા રવાના..

Mysamachar.in-જામનગર:

ગઈકાલે રાજ્યના હવામાન વિભાગે કરેલ વાવાઝોડા અને ભારે વરસાદની આગાહીના પગલે રાજ્ય સરકાર સહિત તમામ જિલ્લાના વહીવટી તંત્રને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે,ગુજરાતના દરિયા કિનારે વાવાઝોડુ ટકરાવાને હવે બહુ વાર નથી.વેરાવળના દરિયા કિનારે વાવાઝોડું માત્ર ૭૪૦ કિલોમીટર દૂર છે,આગામી ૨૪ કલાકમાં ગુજરાતના દરિયા કિનારે હવે વાવાઝોડું પહોંચે તેવી શક્યતાઓ હાલ દર્શાવાય રહી છે,

આગાહીને પગલે NDRFની ટીમો સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં રવાના કરી દેવાઈ છે, મહારાષ્ટ્રની ૪ NDRFની ટીમોને વડોદરામાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે,ગુજરાતમાં NDRFની કુલ ૧૫  ટીમોને ડિપ્લોય રાખવામાં આવી છે.તો જામનગર માં પણ બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે,અને NDRFની બે ટીમો બપોર સુધીમાં જામનગર પહોંચી જશે જેમાથી એક ટીમ ને જોડિયા ખાતે જ્યારે એક ટીમ ને જમનગરમાં સ્ટેન્ડટુ રાખવામા આવશે,જિલ્લાના ઉચ્ચ અધિકારીઓએ આ અંગે સતત અપડેટ પણ મેળવી રહ્યા છે,