IPL પર રમાતા જુગાર પર બે દરોડા

IPL પર રમાતા જુગાર પર બે દરોડા

Mysamachar.in-જામનગર:

હાલમાં IPL મેચો ચાલી રહી છે,ત્યારે મેચ જોવાના શોખીનો સાથે સટ્ટો રમનારની સંખ્યામાં પણ દિનપ્રતિદિન વધારો થઇ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે,ગત સાંજે સીટી-એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બે જગ્યાએથી ૩ શખ્સોને ઝડપી પાડ્યા છે,

શહેરના ૪૯-દિગ્વિજય પ્લોટ વિસ્તાર નજીક મહેશ પાન પાર્લર નામની દુકાનમા ટીવીમાં IPL મેચ નિહાળી હારજીતના સોદાઓ કરી રહેલા જીગ્નેશ લક્ષ્મણભાઈ શ્રીમાળીને પોલીસે ૧૨૨૦૦ ના મુદામાલ સાથે ઝડપી પાડ્યો છે,જયારે એક મોબાઈલ નંબર ધારકને ફરારી જાહેર કરાયો છે,

જયારે ક્રિકેટના સટ્ટાના બીજા લાલવાડી જી.ડી.શાહ સ્કુલ નજીક અનિલ શાહ અને દિનેશ હરસોડા નામના શખ્સો IPL મેચ પર મોબાઈલ પર પ્રસારણ જોઈને મેચની હારજીતના આંકડાઓ લખી જુગાર રમતા હોય જેને પોલીસે ૬ નંગ મોબાઈલ ફોન એક કાર મળી કુલ રૂપિયા ૩.૫૪ લાખના મુદામાલ સાથે ઝડપી પાડ્યા છે,જયારે અન્ય પાંચના નામો આ સટ્ટાના કનેક્શન સાથે ખુલતા તેવોને ફરારી જાહેર કરવામાં આવ્યા છે.