Mysamachar.in:જામનગર;
ધ્રોલ તાલુકાના જાયવા અને નાના વાગુદળ ગામની સીમમાં જુદા જુદા ત્રણ ખેતરને નિશાન બનાવીને ત્તસ્કરો ત્રણેય સ્થળોએથી મશીન, બેટરીઓ અને સુર્યપ્રકાશની ડીશ સહીત માલ મતા ચોરી કરી લઇ ગયાના બનાવ બહાર આવ્યા છે.પોલીસે જુદા જુદા કૃષિ વિષયક સાધનોની ચોરી મામલે ગુના નોંધી ઉઠાવગીરને પકડી પાડવા માટે કવાયત હાથ ધરી છે. જેમા પોલીસને સફળતા મળી છે,અને ધ્રોલ પોલીસે બે શખ્સો ને ઝડપી પાડ્યા છે,ધ્રોલ આહીર કન્યા છાત્રાલય પાછળના ભાગે અમુક ઇસમો ચોરીનો આવો જ મુદામાલ સગેવગે કરવાની પેરવી મા છે તેવી હકીકતના આધારે પીએસઆઈ ગઢવી સહિતના સ્ટાફે તુરંત સ્થળ પર પહોચી જઈ અલ્તાફ રાઠોડ અને ઈબ્રાહીમ મકવાણાની ૪૮૩૦૦ ના મુદામાલ સાથે ઝડપી પાડ્યા છે,ઝડપાયેલા આરોપીઓ પાસેથી ૬ ઝટકા મશીન,સુર્યપ્રકાશ ડીશ,સહિતનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.