રોજગારીના ઠાલા વચનો, બે શિક્ષિત બેરોજગારોનો આપઘાત

રોજગારીના ઠાલા વચનો, બે શિક્ષિત બેરોજગારોનો આપઘાત

Mysamachar.in-વડોદરા:

ગુજરાતમાં બેરોજગારીના ફુગાવાનો દર દિવસે-દિવસે વિકરાળ સ્વરૂપ ધારણ કરતો જાય છે. તેના પુરાવારૂપે ઉચ્ચ અભ્યાસ કરેલ યુવતી અને  યુવાને નોકરી ન મળવાના કારણે જિંદગી ટૂંકાવી લીધાનો કરુણ બનાવ વડોદરામાં સામે આવ્યો છે,

સરકારના શિક્ષિત બેરોજગાર યુવાનોને રોજગારીના દાવાઓ વચ્ચે વડોદરામાં ગોત્રી રોડ પર રહેતા અભિતાનંદ શર્મા નામના પરિણીત યુવાન મિકેનિકલ એન્જિનિયર તરીકે એક કંપનીમાં નોકરી કરતો હોય, પરંતુ આ કંપની બંધ થઇ જતા છેલ્લા ઘણા સમયથી નોકરીની શોધમાં હતો. અને નોકરી ન મળવાના કારણે ટેન્શનમાં આવી જતા પોતાના ફ્લેટના ત્રીજા માળેથી કૂદીને આપઘાત કરી લેતા મોત નિપજયુ હતુ,

જ્યારે વડોદરાના પ્રતાપનગરમાં રૈતીબેન ગજ્જર કોમ્પ્યુટર એન્જિનિયરીંગનો અભ્યાસ કરેલો હોય પહેલા અમદાવાદ ખાતે છ માસ સુધી નોકરી કર્યા બાદ વડોદરા પરત ફરી હતી અને ચાર માસથી વડોદરા ઘરે રહેતી હોય મનપસંદ નોકરી ન મળતા પોતાના ઘરે રૂમમાં જ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.આમ આ બનાવથી વધુ એક વખત એ વાત સ્પષ્ટ થઈ છે કે સરકારના રોજગારી આપવાના વચનો માત્ર ઠાલા છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.