જામનગરમાં સ્ટેટ મોનીટરીંગ સેલનો ક્રિકેટના સટ્ટા પર દરોડો

જામનગરમાં સ્ટેટ મોનીટરીંગ સેલનો ક્રિકેટના સટ્ટા પર દરોડો

Mysamachar.in-જામનગરઃ 

શહેરમાં ક્રિકેટનો સટ્ટો રમાડતા બે શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જો કે આ કાર્યવાહી સ્થાનિક પોલીસે નહીં પરંતુ છેક ગાંધીનગરની સ્ટેટ મોનિટરીંગ ટીમે કરતાં સ્થાનિક પોલીસ ઉંઘતી ઝડપાઇ ગયાનો ઘાટ ઘડાયો હતો. શહેરના રામેશ્વરનગર શિવમ એપાર્ટમેન્ટમાં આજે સવારે આ દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી, દરોડા  દરમિયાન બે શખ્સોની સટ્ટો રમાડવાના સાધનો સહીત 1.10 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી છે. જ્યારે અન્ય 12 આરોપીઓ ફરાર જાહેર કરવામાં આવ્યા છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે જામનગર શહેરમાં રામેશ્વરનગર મંદીર પાસે શિવમ એપાર્ટમેન્ટમાં બાતમીના આધારે ગાંધીનગરની સ્ટેટ મોનીટરીંગ ટીમે દરોડા પાડ્યા હતા. આ દરમિયાન ઘરમાંથી ભગીરથસિંહ ઉર્ફ સન્ની જયેન્દ્રસિંહ જાડેજા, મનીષ ગુલાબરાય કાનાણીની ક્રિકેટ સટ્ટાના જુગાર રમાડતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા. દરોડા દરમિયાન લેપટોપ, મોબાઇલ, પેન ડ્રાઇવ સહિત કુલ 1,10,215 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. જ્યારે આ કામગીરીમાં 12 જેટલા આરોપીઓના પણ નામ ખુલ્યા હતા, જેઓ હાલ ફરાર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ દરોડાથી જામનગર સીટી બી ડિવિઝન પોલીસ, એલસીબી અને આરઆરસેલની ટીમ ઉંઘતી ઝડપાઇ ગઇ હોય તેમ લાગી રહ્યું છે.

જે અન્ય આરોપીઓના નામો ખુલવા પામ્યા છે તેની યાદી..
-અલાઉદીન ઉર્ફે અલી રાજકોટ 
-મોર્ડન-રાજકોટ 
-અમિત-ઊંઝા 
-મીત-અમદાવાદ 
-ડી.જે.જામનગર 
-શરદ:ચાંદીબજાર:જામનગર 
-રૂપેશ:ચાંદીબજાર:જામનગર 
-રાજુ:મોમાઈનગર:જામનગર 
-પટેલભાઈ:ચાંદીબજાર:જામનગર 
-હિતેશભાઈ:ચાંદીબજાર:જામનગર 
-જે.કે.ખજુરીયા:ચાંદીબજાર:જામનગર 
-ટાઈગર:જામનગર