ટ્રાફિક અને દબાણના મામલે વેપારીઓ હવે આગબબુલા..નહિ થાય કાર્યવાહી તો આંદોલનના થશે મંડાણ...

ટ્રાફિક અને દબાણના મામલે વેપારીઓ હવે આગબબુલા..નહિ થાય કાર્યવાહી તો આંદોલનના થશે મંડાણ...

Mysamachar.in-જામનગર: 

જામનગર શહેરમાં આમ તો ટ્રાફિકની સમસ્યા વર્ષોજુની છે, અને તેમાંય બર્ધનચોક, શાકમાર્કેટ, દરબારગઢ લીંડીબજારમાં શું સ્થિતિ છે, તેનો વધુ ચિતાર અહી આપવાની એટલે જરૂર નથી કારણ કે પોલીસ અને મનપાની દબાણ હટાવ શાખા દ્વારા અહી કરવા પુરતી કામગીરી થાય છે, અને પછી તંત્રની ધાકનો અભાવ કહો કે હપ્તાખોરીના ખેલ અહી જૈસે થે જેવી સ્થિતિ થઇ જાય છે, ત્યારે આ તમામ વિસ્તારોમાં મોડે પણ હવે ટ્રાફિક અને દબાણની સમસ્યાનો કાયમી ઉકેલ આવે તે માટે જામનગર વેપારી મહામંડળ આગળ આવ્યું છે, અને આજે મેયરને  મુદ્દાસર આવેદનપત્ર પાઠવી અને યોગ્ય થવા રજૂઆત કરવામાં આવી છે,

આવેદનપત્રમાં ટાંકવામાં આવ્યું છે કે વેપારીઓ આ અણઉકેલ પ્રશ્નથી ત્રાહિમામ થઇ ગયા છે, અને આ સમસ્યાનો કાયમી ઉકેલ શા માટે નથી આવતો તે સંશોધનનો વિષય બની ગયો આ સમસ્યા જડમૂળથી ખતમ થવી જોઈએ જેની શરૂઆત આજે વેપારીઓએ કરી દીધી છે, અને રેકડી, પથારા અને રીક્ષાવાળાઓની દાદાદીગીર સામે વેપારીઓ ખુબ તણાવમાં હોય આવતા દિવસોમાં જો સમસ્યાનો નિકાલ ના થાય તો દુકાનો બંધ કરીને વેપારીઓ ઉપવાસી છાવણી નો પ્રારંભ કરી તંત્રને જગાડવાનો પ્રયાસ કરશે..