Mysamachar.in-જામનગરઃ
જામનગરમાં વધુ એક લૂંટની ઘટના બની છે. શહેરમાં સત્ય કોલોની અંડરબ્રીજ નજીક ગેસ કંપનીના કર્મીઓને નિશાન બનાવી ધોળા દિવસે લાખો રૂપિયાની લૂંટને અંજામ આપવામાં આવ્યો છે. બાઇક પર આવેલા ત્રણ જેટલા લૂંટારૂઓએ બંદૂક દેખાડી લૂંટ ચલાવી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ઘટનાની જાણ થતા જ એસપી શરદ સિંઘલ, એલસીબી, એસઓજી અને સીટી સી ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. તથા શહેરમાં નાકાબંધી કરવામાં આવી છે. તો સીસીટીવી ફૂટેજ ચેક કરવા દિશામાં તપાસ હાથ ધરી છે.સમગ્ર મામલે લુંટ નો ભોગ બનનાર ની હાલ પોલીસ દ્વારા સઘન પૂછતાછ કરવામાં આવી રહી છે, એટલે ચોક્કસ આંકડો સામે આવ્યો નથી.