અમરેલી નજીક ત્રણ સિંહના ટ્રેન હડફેટે મોત...

અમરેલી નજીક ત્રણ સિંહના ટ્રેન હડફેટે મોત...

mysamachar.in-અમરેલી

જિલ્લામાં સિંહોના મોતનો સિલસિલો યથાવત રહ્યો છે.છેલ્લા ઘણા સમયથી સિંહો ઇનફાઈટમાં,વાઇરસને લઈને કે પછી માલગાડી અડફેટે ત્રણ સિંહોના મોત થતા સિંહપ્રેમીઓમાં અરેરાટી વ્યાપી ગઈ છે,તેવામાં ગત મોડી રાત્રે સાવરકુંડલાના બોરળા ગામના રેલવે ટ્રેક ઉપર 2 સિંહ બાળ તેમજ 1 સિંહણ માલગાડીની અડફેટે આવી જતા મોત થયાનું સામે આવી રહ્યું છે,

આ અગાઉ 12 જેટલા સિંહોના માલગાડી અડફેટે મોત થયા છે.સિંહોનો જે વિસ્તાર છે ત્યાં માલગાડી 100 થી વધારે સ્પીડમાં માલગાડી આવતી હોય છે જો આ વિસ્તારમાં માલગાડીની સ્પીડ 40 આસપાસ રાખવામાં આવે તો સિંહોનો બચાવ થઈ શકે છે છતાં પણ રેલવે પોતાની ગતિ ઘટાડતી ન હોવાથી અમૂલ્ય ધરોહર સિંહોના મોત થઇ રહ્યા છે,

માલગાડી ટ્રેઇન હડફેટે ત્રણ સિંહો મોતને ભેટ્યા છે ત્યારે છ સિંહનું ગ્રુપ આ રેલવે ટ્રેક પર આવી ગયું હતું અને ત્રણ સિંહોને વનતંત્ર લઈને રવાના થઈ ગયું છે ત્યારે બચી ગયેલા ત્રણ સિંહો રેલવે ટ્રેકની આજુબાજુમાં હજુ આંટા ફેરા કરતા વનવિભાગ હજુ રેલવે ટ્રેક પર મોજુદ છે ત્યારે સિંહોના મોત મામલે રાજ્યની સરકાર પર ધારાસભ્ય પ્રતાપ દુધાતે ગંભીર આક્ષેપો પણ કર્યા હતા,

આમ હવે આ મામલે કેવી અને કયારે તપાસ થશે તે જોવાનું રહેશે.