રાજકોટ પોલીસનો માર મારવાનો આ વિડીયો સોશિયલ મીડિયામાં થઇ રહ્યો છે વાઈરલ..

mysamachar.in-રાજકોટ:

તાજેતરમાં સોશિયલ મીડિયામાં રિયલ સિંઘમ તરીકે ભાવનગર એલસીબી પી.આઈ.દિપક મિશ્રા ના વિડિયો પર લોકો વાહવાહીનો વરસાદ એટલા માટે વરસાવી રહ્યા છે કે ભાવનગરના ગુંડા તત્વોની શાન જાહેરમાં દિપક મિશ્રા એ ઠેકાણે લાવી દેવાનો વિડિયો સમગ્ર ગુજરાતનાં જનમાનસ પર ભારે લોકપ્રિય બન્યો હતો,

પણ "નબળો ધણી બૈરી પર શુરો" હોયની કહાવત પ્રમાણે  રાજકોટમાં લોકમેળો પુર્ણ થયા બાદ બહુમાળી ભવન નજીક શેરીમાં બેસી અને પોતાનું પેટિયું રળવા નાના ફેરિયાઓ પર રાજકોટ પોલીસે શૂરા બનીને પોતાની દબંગાઈ બતાવી હોવાનો આ વિડિયો છેલ્લા બે દિવસ થી સોશિયલ મીડિયામાં ભારે વાઇરલ થઈ રહ્યો છે અને લોકોમાં રાજકોટ પોલીસની આવી દબંગાઈ ને લઈને ફિટકાર પણ વરસી રહ્યો છે,

વિડિયો જોવા ઉપરનો વિડિયો ક્લિક કરો.