એસ.વી.એમ. ઇંગ્લિશ સ્કૂલ દ્વારા “ઓપન જામનગર એજ્યુકેશન, એક્સિબિશન, ભાતીગળ પુસ્તક મેળો, ફન-ફેર, ફેસ્ટીવેક્સ

એસ.વી.એમ. ઇંગ્લિશ સ્કૂલ દ્વારા “ઓપન જામનગર એજ્યુકેશન, એક્સિબિશન, ભાતીગળ પુસ્તક મેળો, ફન-ફેર, ફેસ્ટીવેક્સ

Mysamachar.in-જામનગર:

આણદાબાવા અનાથાલય જામનગર સંચાલિત એસ. વી. એમ. સ્કૂલમાં ત્રીદિવસીય “ઓપન જામનગર - વિઝન ટુ એનવિઝન કાર્નિવલ ફેસ્ટીવલ યોજાઇ રહ્યો છે. જેમાં એજ્યુકેશન એક્સિબિશનમાં વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલ ગણિત, વિજ્ઞાન, સમાજ શાસ્ત્ર તેમજ ભાષાના તમામ વિષયોના 500થી વધુ પ્રોજેક્ટ અને લાઈવ મોડેલ્સનું પ્રદર્શન રજૂ કરવામાં આવશે, આ સાથે ફન-ફેર અને ફેસ્ટિવેકસમાં વિદ્યાર્થીઓ દ્વારા એજ્યુકેશન ગેમ્સ, માઇંડ ગેમ્સ, સ્ટ્રીટ ગેમ્સ, સેલફી કોર્નર, મેજીક કોર્નર, ફૂડ સ્ટોલનો લાભ અપાવવામાં આવશે તેમજ વિવિધ પ્રોડક્ટસના સ્ટૉલ મૂકવામાં આવશે.

આ સાથે ખાસ જણાવવાનું કે જામનગર કે જામનગરની જનતા માટે વી. આર. ડી. આઈ અને આણદાબાવા સંસ્થાના સંયુક્ત ઉપક્રમે ભવ્ય ભાતીગળ પુસ્તકમેળાનું આયોજન કરવામાં આવેલ છે જેમાં 30 થી વધુ પ્રકાશકોના પ્રસિધ્ધ વિવિધ વિષયોના ઉતમ પુસ્તકો જેવા કે શૈક્ષણિક, નવલકથાઓ, નવલિકાઓ, કાવ્યો, આરોગ્ય, પ્રવાસન, મનેજમેંટ, પ્રેરણાદાયી, ધાર્મિક તેમજ ખાસ વિવિધ સ્પ્રર્ધાત્મક પરિક્ષાઓના ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ભાષાના પુસ્તકોની વિશાળ શ્રેણી એક જ જગ્યાએ જોવા અને 40% વળતળ સાથે ખરીદવાનો અનેરો અવસર આ સાથે ગ્રંથાલય તેમજ ગ્રાન્ટ ન ધરાવતા પુસ્તકાલયોને વિશેષ 50% વળતર આપવામાં આવશે. આ કાર્નિવલ સ્કુલ ડીરેક્ટર હેમાંગ પારેખના માર્ગદર્શનમાં 21-22-23/12/2019 શનિ-રવિ-સોમવાર એસ. વી. એમ. સ્કૂલ, શ્રી આણદાબાવા આશ્રમ, લીમડા લેન, જામનગર ખાતે યોજાઈ રહેલ છે. કાર્નીવલનો સમય સવારે 10 થી 3 તેમજ પુસ્તક મેળાનો સમય સવારે 10 થી 8 સુધીનો રહેશે તો વધુમાં વધુ લોકોને લાભ લેવા સંસ્થા દ્વારા અપીલ કરવામાં આવી છે.