બીમારી અને પરીક્ષા બન્નેમાં થવું છે પાસ..રેસીડેન્ટ તબીબોએ આ રીતે આપી પરીક્ષા..

બીમારી અને પરીક્ષા બન્નેમાં થવું છે પાસ..રેસીડેન્ટ તબીબોએ આ રીતે આપી પરીક્ષા..

Mysamachar.in-જામનગર:

ડેન્ગ્યુએ જામનગરમાં એવું તો માથું ઊંચક્યું છે, કે દર્દીઓ તો ઠીક પર ડોક્ટરો પણ ડેન્ગ્યુંના ભરડામાં આવી ચુક્યા છે,અને સરકાર પણ જામનગરમાં ડેન્ગ્યુ ના રોગચાળાની સ્થિતિને જોઈને સફાળી જાગી ચુકી છે,ત્યારે જામનગરની એમ.પી.શાહ મેડીકલ કોલેજમાં અભ્યાસ કરી અને જી.જી.હોસ્પિટલમાં રેસીડેન્ટ તબીબ તરીકે ફરજ બજાવતા ૩૧ ડોક્ટરોનો ડેન્ગ્યું પોજીટીવનો રીપોર્ટ થોડા દિવસો પૂર્વે આવી ચુક્યા બાદ તેમાંથી મોટાભાગના તબીબો સાજા થઇ ચુક્યા છે, જયારે હજુ ૧૫ જેટલા રેસીડેન્ટ તબીબોની સારવાર હાલ ચાલી રહી છે, ત્યારે એમબીબીએસ ૨ અને ૩ વર્ષની પરીક્ષા આપી રહેલા ૧૫ પૈકી ચાર  ડોક્ટરોએ આજે એક દર્દીની જેમ ખાટલા પર બેસીને હાથમાં બાટલા ચાલુ હતા અને પોતાની કારકિર્દી ના બગડે તે માટે પરીક્ષા આપી હતી, તો મેડીકલ કોલેજના જણાવ્યા મુજબ જે રેસીડેન્ટ તબીબો આજે પરીક્ષા આપી રહ્યા છે તેના માટે સ્પેશિયલ વોર્ડની વ્યવસ્થા પર ઉભી કરવામાં આવી છે.