જામનગરમાં થઇ ચોરી,આરોપી ઝડપાયો દિલ્હીથી

જામનગરમાં થઇ ચોરી,આરોપી ઝડપાયો દિલ્હીથી

Mysamachar.in-જામનગર:

શહેરના ખોડીયાર કોલોની રોડ પર દીવ્યમપાર્ક સોસાયટીમા રાજેશ રાણીપાના બંધ મકાનના નકુચા તોડી અને સોનાના દાગીના તેમજ રોકડની ચોરી અંગેની ફરિયાદ બે માસ પૂર્વે નોંધાઈ હતી,જેની તપાસ એલસીબી ચલાવતી હતી,આ તપાસમાં સીસીટીવી ફૂટેઝ અને મોબાઈલ લોકેશન સહિતની મદદથી એલસીબીને આ ચોરીનું પગેરું દિલ્હીમાં હોવાનું જાણવા મળતા પોલીસે દિલ્હી સુધી પહોચી જઈ દિલ્હીના એક શખ્સને તો ઝડપી પાડ્યો છે,એલસીબી સ્ટાફની એક ટીમ પગેરું મળતા દિલ્હી પહોચી હતી,અને ત્યાંથી રણજીત ઉર્ફે રાજ સોનીને ઝડપી પાડી તેના કબજામાંથી ચોરીના મુદ્દામાલ ના ૨.૧૫ લાખના દાગીના કબજે કરવામાં આવ્યા છે,આ આરોપી સાથે ચોરી કરવામાં દિલ્હીના તેના અન્ય બે સાગરીતો વિમલ જાટોલ અને દિલીપ વાણંદ પણ હોય તેની શોધખોળ પણ હાથ ધરી છે.આમ જામનગરમા થયેલ ચોરીનું કનેક્શન છેક ...દિલ્હી સુધીનું નીકળ્યું છે.