PUBG ગેમ કઈ રીતે બની ઘર કંકાસનું કારણ.?

PUBG ગેમ કઈ રીતે બની ઘર કંકાસનું કારણ.?
Symbolic Image

Mysamachar.in-અમદાવાદ:

સોશ્યલમિડિયા અને એન્ડ્રોઈડ ફોનના આજના સમયમાં લોકો મોબાઇલમાં એટલા મશગુલ બની ગયા છે કે,અમુક કિસ્સાઓમાં આ ટેવ ઘર કંકાસનું કારણ બની રહી છે,વાત જો અમદાવાદના હીરાવાડી વિસ્તારની કરવામાં આવે તો પત્નીએ પતિને PUBG ગેમ રમવાની ના પાડતા પતિએ પત્નીને માર માર્યો હતો,જે બાબાતનું પત્નીને મનમાં લાગી આવતા ગળાફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.પત્નીને હાલ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે,

અમદાવાદના હીરાવાડી વિસ્તારમાં રહેતાં આશાબેનના લગ્ન ૨૦૦૭માં નિલેશભાઈ સાથે થયા હતા.છેલ્લા છ મહિનાથી પતિ અને સાસરીયા દ્વારા ત્રાસ આપવામાં આવતો હતો એવામાં ગતરાત્રીના નિલેશભાઈ મોબાઈલમાં PUBG ગેમ રમતા હતા.જેથી ગેમ રમવાની ના પાડતા નિલેશભાઈએ આશાબેનને માર માર્યો હતો.

જેથી તેઓને મનમાં લાગી આવતા ગળાફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જો કે પતિ અને સાસુ-સસરાએ તેમને બચાવી લીધા હતા.સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. અંજનાબેને પતિ અને સાસુ-સસરા સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.