બ્લેડથી 6 લોકોની હત્યા કરી ચુક્યો છે આ શખ્સ 

બ્લેડથી 6 લોકોની હત્યા કરી ચુક્યો છે આ શખ્સ 

Mysamachar.in-રાજકોટ:

માત્ર બ્લેડ જેવા સમાન્ય હથિયાર વડે છ લોકોની હત્યા નીપજાવનાર સીરીયલ કિલરની રાજકોટમાંથી ધરપકડ કરવામાં આવી છે. એક વર્ષથી પેરોલ જમ્પ કરી ખૂંખાર ખૂની નિલેશ ઉર્ફે નિલય ફરાર હતો, જેની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી લીધી છે. સિરિયલ કિલર નિલેશ ઉર્ફે નિલય બ્લેડથી હત્યાઓને અંજામ આપીને પાછો રફૂચક્કર થઈ જતો હતો. પરંતુ તે કોઈના હાથમાં આવતો નહોતો. છેલ્લા કેટલાક સમયથી તેની શોધખોળ ચાલી રહી હતી ત્યારે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના હાથમાં એક વર્ષ પછી હાથ લાગ્યો હતો. તેને તમામ હત્યાના ગુનામાં આજીવન કેદની સજા થઇ હતી. હવે આરોપી પકડાઈ જવાના કારણે વધુ ખુલાસાઓ થાય તેવી શક્યતા જોવામાં આવી રહી છે.

રાજકોટમાં ગત વર્ષ રૈયારોડ પર આમ્રપાલી રેલવે ફાટક પાસે આવેલા એક એપોર્ટમેન્ટમાં રહેતા વિમલેશ કુમારી તેમના જ ઘરે ગળું કાપીને કરપીણ હત્યા કરી હતી. ત્યારબાદ હત્યારાએ શરીર પર રહેલા તમામ દાગીનાની ચોરી કરી હતી. આ ઘટનામાં પોલીસે તારણ કાઢ્યું હતું કે હત્યા લૂંટના કારણે થઈ હોઈ શકે છે. ત્યારબાદ આરોપીને શોધવા માટે પોલીસે તપાસ આરંભી હતી,

સિરીયલ કિલરે રાજકોટમાં 4 અને સુરેન્દ્રનગરમાં 2 હત્યાને અંજામ આપ્યો હતો. આ હત્યાના કેસમાં તે આજીવન કેદની સજા પણ ભોગવી રહ્યો હતો. ગળું કાપીને હત્યા કરનાર સિરિયર કિલર નિલય ઉર્ફે નિલેશ નવીનચંદ્ર જેલમાં હતો, ત્યારે પોલીસને કોઈ બીજા હત્યારા પર શંકા હતી. પરંતુ સીસીટીવીના ફૂટેજ ચેક કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. એપાર્ટમેન્ટમાંથી ભાગી રહેલા શખ્સો પૈકી એક શખ્સ નિલય ઉર્ફે નિલેશ હતો. નિલયે રુપિયા માટે છ નિર્દોષ વ્યક્તિની નિર્દયતાથી ગળુ કાપીને હત્યા કરી હતી. સિરીયલ કિલર સામે 6 હત્યા સહિત 28 ગુના પોલીસ ચોપડે નોંધાયલ હોવાનું પણ જાણવા મળે છે.