આ શખ્સ છુટા પૈસા લેવાના નામે કરતો ઠગાઈ, આવ્યો પોલીસના હાથમાં 

આ શખ્સ છુટા પૈસા લેવાના નામે કરતો ઠગાઈ, આવ્યો પોલીસના હાથમાં 

Mysamachar.in-જામનગર

થોડા દિવસો પૂર્વે એક કિસ્સો સામે આવ્યો હતો, જેમાં  જામનગર રાજકોટ હાઈવે પર એક વિચિત્ર કહી શકાય તેવી ઘટના સામે આવી છે, જેમાં પેટ્રોલપંપ પર નોકરી કરતા અલ્પેશ સોલંકી પાસે બે અજાણ્યા ઈસમો આવ્યા હતા અને આવી કહ્યું કે ૧૦૦૦૦ના છુટા જોય છે તેમ કહી આ શખ્સ લઈને ફરાર થઇ ગયા બાદ પંચકોશી એ ડીવીઝન પોલીસ સ્ટાફે આ ગુન્હાનો ભેદ ઉકેલવા ભારે મથામણ બાદ અંતે સફળતા મળી છે, અને એક શખ્સ પોલીસને હાથ લાગતા કુલ ચાર ગુન્હાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે,

ઝડપાયેલા શખ્સ અજય ઉર્ફે અજ્લો રાજેન્દ્રભાઈ બરછા રણજીતસાગર રોડ પર વસવાટ કરે છે, અને તેને આ રીતે ચારેક ગુન્હાઓને અંજામ આપ્યાનું પોલીસ સમક્ષ કબુલાત કરી છે, પોલીસને આપેલ કબુલાતમા છ માસ પૂર્વે દરેડ જીઆઈડીસીમાં મશીન ટુલ્સની દુકાનેથી  6000 ની ઠગાઈ, પાંચ માસ પૂર્વે દરેડ જીઆઈડીસી માં આવેલ ઇન હાઉસ ફર્નીચર નજીકથી 6000 ની ઠગાઈ, અને ચાર માસ પૂર્વે સરમત ગામના પાટિયા પાસે આવેલ પેટ્રોલપંપના કર્મચારી પાસેથી 4000 ની ઠગાઈ કર્યાનું આવ્યાનું તપાસમાં ખુલ્યું છે.