Mysamachar.in-રાજકોટ:
જામનગરમાં સ્ટેટ વિજિલન્સ દ્વારા થોડા દિવસ પહેલા સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને જુગારધામ પર દરોડા પાડવામાં આવ્યા હતા. ત્યારે રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પણ ખુલ્લેઆમ મનોરંજન મેળાના નામે ચાલતા જુગારધામ પર સ્ટેટ વિજિલન્સ સ્કવોડ દ્વારા ૧ લાખ ૭૮ હજારની રોકડ સાથે ૩૧ જુગારીઓને ઝડપી લેતા સ્થાનિક પોલીસના પસીના છૂટી ગયા છે,
મનોરંજન મેળાના નામે ચાલતા જુગારધામની બહાર આવેલ રસપ્રદ વિગત જાણે એમ છે કે, ધોરાજીના ઉપલેટા રોડ પર જોતા પ્રથમ તો એવું લાગે કે કોઈ મેળો છે, પરંતુ મેળામાં અંદર દાખલ થયા બાદ બે મોટા તંબુ અને અંદર જતા જ રંગબેરંગી પાસા ફેંકવાના ટેબલ અને તેની ઉપર જુગાર રમાડવામાં આવતો હતો, આ લાલ, લીલા અને પીળાનો કહેવાતો જુગારમાં જેમાં ૧ના ૨ અને ૩ ગણા પૈસા કરી આપવાની લાલચ સાથે અન્ય જુગારની જેમાં ડાર્ટ ગેમ, બોલ ફેંકવાનો જુગાર રમાડવામાં આવતો હતો. પૈસા દ્વારા ટોકન લેવા માટે એક નાની એવી બારી રાખેલ હતી અને ત્યારબાદ જ જુગાર રમાડવામાં આવતો હતો,ધોરાજીના આ જુગારધામનો મુખ્યસૂત્રધાર જુસબ નામનો શખ્સને સ્ટેટ વિજિલન્સ પોલીસની ટીમે ઝડપી પાડ્યો છે અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.