એવા જુગારીઓ ઝડપાયા જેની પાસે મોબાઈલ કે ગાડી પણ નહોતા..!

એવા જુગારીઓ ઝડપાયા જેની પાસે મોબાઈલ કે ગાડી પણ નહોતા..!

Mysamachar.in-જામજોધપુર:

જામનગર જીલ્લાની જામજોધપુર પોલીસે ગઈકાલે એક જુગારનો અખાડો ઝડપી પાડ્યો છે,પણ આ જુગારના અખાડાની સાથે આશ્ચર્યની વાત એવી પણ સામે આવે છે કે,આજના આધુનિક જમાનામાં જુગાર રમવાના એક પણ શોખીન એક પણ મોબાઈલ કે ગાડી લીધા વિના જુગાર રમવા પહોચ્યા હોવાનું સામે આવી રહ્યું છે,


જામજોધપુરમા ઇસ્કોન રેસીડેન્સીમા સોનલબેન ઘનજીભાઈ ઘેડીયા નામની મહિલા પોતાના રહેણાક મકાને બહારથી માણસો બોલાવી જુગાર રમાડી નાલના રૂપિયા ઉઘરાવી રહી હોવાની માહિતી પરથી પીએસઆઈ એ.ડી.વાળા અને તેના સ્ટાફે આ મકાનમાં દરોડો પાડીને સોનલબેન ઉપરાંત જુગાર રમવા માટે આવેલા વિજય કડીવાર,ભરત કરમુર,પ્રતિક લુક્કા,મુળુભાઇ મુનને માત્ર રોકડા રૂપિયા ૭૦૯૮૦/-ના મુદામાલ સાથે ઝડપી પાડ્યા છે,જયારે અન્ય કોઈ મુદામાલ પોલીસને હાથ લાગ્યો નથી.