વૃધ્ધાશ્રમના વૃદ્ધો અને અનાથ બાળકોને ભોજન કરાવી ફૂડ મોલનો શુભારંભ

વૃધ્ધાશ્રમના વૃદ્ધો અને અનાથ બાળકોને ભોજન કરાવી ફૂડ મોલનો શુભારંભ

Mysamachar.in-જામનગર:

દેવ ગ્રુપ અમદાવાદ-માળીયા(મિયાણા) દ્વારા જામનગર-ખંભાળિયા હાઇવે પર રાવલસર પાસે જામનગરથી ૧૧ કિ.મી. જામનગરની સ્વાદપ્રિય જનતા માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફૂડ પ્રોડક્ટસના આઉટલેટ સાથે હાઇવે ફૂડ મોલ બનાવવામાં આવેલ છે. આ હાઈવે હરી ફૂડ મોલમાં યુ.એસ.પીઝા, સુગર એન સ્પાઈસ, ડાયરો, સો સાઉથ, હેવમોર, ચોકલેટ રૂમ સહિતની અનેકવિધ બ્રાન્ડના આઉટલેટ તૈયાર કરવામાં આવેલ છે. સાથે-સાથે પાર્ટી પ્લોટ અને રૂમ્સ પણ બનાવવામાં આવેલ છે.

૧૪ ફેબ્રુઆરીના રોજ જાહેર જનતા માટે ઓપન થઇ રહેલા આ હાઇવે હરી ફૂડ મોલના ડાયરેક્ટર હિરેનભાઈ ઝાલા અને કરણભાઈ ઝાલા દ્વારા હાઇવે હરી ફૂડ મોલનો અનોખો શુભારંભ ખૂબ જ ઉમદા કાર્ય સાથે કરવામાં આવેલ અને ખરેખર આ શુભારંભ સમાજ માટે એક અનોખુ ઉદાહરણ પુરૂ પાડેલ છે.

હિરેનભાઈ એ જણાવેલ કે પરિવાર સાથે રહેતા વૃદ્ધોને તો બધા પરિવારજનો મોટી હોટેલો કે પ્રસંગોનો લાભ મળતો હોય છે, ત્યારે વૃદ્ધાશ્રમના વૃદ્ધો અને અનાથ બાળકોને આ પ્રકારના મોલ કે રેસ્ટોરન્ટમાં ભોજન કે મુલાકાત થતી હોતી નથી. ત્યારે ડાયરેક્ટર્સ પરિવાર દ્વારા આ પ્રકારે ફૂડ મોલ શુભારંભ કરવાનો નિર્ણય લીધેલ હતો અને પરિવાર મિત્રોએ પણ આ વૃદ્ધો અને બાળકો સાથે ભોજન લઇ ગૌરવની અનુભૂતિ કરી હતી.

દેવ ગ્રૂપ ઓફ કંપનીઝ જામનગર ઉપરાંત માળીયા (મિયાણા) અને અમદાવાદ ખાતે અનેક સામાજિક અને ધાર્મિક પ્રવૃતિઓ સાથે જોડાયેલ છે. માળીયા મિયાણા ખાતે દેવ ગ્રૂપ દ્વારા મીઠાના અગરોમાં કામ કરતાં લોકો માટે અનેક ઉમદા કાર્યો અવિરત કરવામાં આવી રહ્યા છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.