Mysamachar.in-અમદાવાદ
કોરોના વાયરસને વધુ ફેલાતો અટકાવવા માટે સરકાર દ્વારા lockdown લાદવામાં આવ્યું છે જેમાં લોકો ઘરની બહાર નીકળવાને બદલે રહેણાંક મકાનના ધાબા ઉપર કઈ-કઈ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે, તેનો પર્દાફાશ ડ્રોન કેમેરાની બાજ નજરથી થવા પામ્યો છે જોકે આવી પ્રવૃત્તિઓ કરનાર લોકો શરમથી પાણી પાણી થઇ ગયા હોવાની બાબતો પ્રકાશમાં આવવા પામી છે, સરકાર દ્વારા લોક ડાઉનલોડ ભંગ કરનાર લોકોને ઝડપી લેવા રાજ્યના બરોડા સુરત અમદાવાદ જેવા શહેરોમાં ડ્રોન કેમેરાનો ઉપયોગ આરંભ્યો છે, જેમાં અનેક લોકો ઝડપાઈ જવા પામ્યા છે, અને આવા વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા રમુજ પણ ફેલાઈ રહી છે, તેની સાથોસાથ લોકો ઘરના ધાબા ઉપર એકત્રિત થઇ જુગાર રમવાની ભજીયા ખાવાની ક્રિકેટ રમવાની અને કેરમ રમવાની પ્રવૃત્તિઓ કરતા હોવાની બાબતો મેટ્રોસીટીમા પ્રકાશમાં આવી છે. ધાબા ઉપર આવી પ્રવૃત્તિઓને ડ્રોન કેમેરાએ તેની બાજ નજરમાં કેદ કરી લેતા આવી પ્રવૃતિઓ કરનારા લોકો તંત્ર દ્વારા તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી દહેશતના પગલે તેઓ શરમથી ઘરમાં રહી lockdown પાલન કરતા થયા છે, સામે આવેલ અમુક કિસ્સાઓમાં પોલીસે પગલા ભર્યા છે, તો અમુક કિસ્સાઓમા હજુ સુધી ફરિયાદો દાખલ થઇ નથી.