ચોરી કરેલા દાગીના ગયા વેચવા,વેપારી ને ગઈ શંકા,પહોચી પોલીસ અને..

ચોરી કરેલા દાગીના ગયા વેચવા,વેપારી ને ગઈ શંકા,પહોચી પોલીસ અને..

mysamachar.in-જામનગર:

દેવભૂમિ દ્વારકા જીલ્લાના દ્વારકા તાલુકામાં બે દિવસ પૂર્વે દેવાભાઈ બુજડ નામના ખેડૂત ના ઘરમાં થી તસ્કરો એ હાથફેરો કરી અને ૩ લાખ ઉપરાંત ના દાગીનાના ચોરી અને ફરાર થઇ જતા પોલીસની ઠંડી ઉડી જવા પામી હતી,અને પોલીસ ચારેકોર આ ચોર ઇસમોને ઝડપી પાડવા રાતદિવસ એક કરી રહી હતી,એવામાં જામનગર એલસીબીને આ ઘરફોડ ચોરી નો ભેદ ઉકેલી નાખવામાં સફળતા મળી છે,

દેવીપૂજક બે મહિલા અને બે પુરુષો ની ટોળકીએ ચોરીને અંજામ આપ્યા બાદ દેવાભાઈ ના ઘરમાં થી મળેલ દાગીનાઓ વેચાણ કરવા માટે જામનગરના ચાંદીબજારમાં આવેલ હતા,જ્યાં તેવો એક સોની વેપારીની દુકાને ગયા હતા,અને ત્યાં તેવો એક બાદ એક થેલામાં થી દાગીનાઓ કાઢવા લાગ્યા હતા,પણ દાગીનાઓની બનાવટ અને વેચાણ કરવા આવનાર લોકો પર વેપારીને કઈક શંકા લાગી હતી,

અને સોની વેપારી જે ભાવ કહે તે ભાવે આ ટોળકીની મહિલાઓ દાગીના વેચાણ કરવા માટે તૈયાર થઇ ગઈ હતી,તેથી વેપારીને વધુ શંકા લાગતા તેને આ મામલે જામનગર એલસીબી નો સંપર્ક કરતાં એલસીબી ટીમ પણ ત્યાં પહોચી અને દાગીના વેચાણ કરવા આવેલ બે મહિલાઓ અને બે પુરુષની આકરીઢબે પૂછપરછ કરતાં તેવો એ આ તમામ મુદામાલ દ્વારકામાં થી ચોરી કર્યાની કબુલાત આપી હતી,

પોલીસે ગોપાલ દેવજીભાઈ ચૌહાણ,મનોજ સામત પરમાર,રીના મનોજ પરમાર,અને તખીબેન નાથા વાઘેલા ની અટકાયત કરી તેમના કબજામાં થી ૩ લાખના સોનાચાંદીના દાગીના કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે,

આમ દ્વારકામાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવામાં જામનગર એલસીબી ટીમને ગણતરીની કલાકોમાં જ સફળતા મળી છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.