Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
સોશ્યલ મીડિયાનો જેટલો સદુપયોગ છે તેનાથી વધુ દુરુપયોગ પણ થવા લાગ્યો છે, અને મેટ્રોસીટી થી માંડીને હવે તો છેક ગામડાઓ સુધી પણ કોઈની પ્રતિષ્ઠાને હાની પહોચાડવા બદનામ કરવા માટે સોશ્યલ મીડિયામાં ફેક એકાઉન્ટનો સહારો લેવામાં આવે છે, પણ જયારે આનો ભાંડાફોડ થાય ત્યારે ફેક એકાઉન્ટ બનાવનારે જેલની હવા ખાવાનો વારો પણ આવે છે, આવી જ એક ફરિયાદ દ્વારકા જીલ્લાના કલ્યાણપુરમા સામે આવતા મામલો પોલીસ મથકે પહોચ્યો છે,
દ્વારકા જીલ્લાના કલ્યાણપુર ગામે વસવાટ કરતાં ધર્મેશ નામના યુવકે કલ્યાણપુર પોલીસ મથકમાં અજાણ્યા ઇસમ વિરુદ્ધ આઈટી એકટ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધાવ્યો છે, ગુન્હો નોંધાવવા પાછળ નું કારણ એવું છે કે કોઇ અજાણ્યા આરોપીએ ઈન્સ્ટ્રાગ્રામ સોસીયલ સાઈટ પરથી ધર્મેશભાઈના બહેનનું ફેક એકાઉન્ટ બનાવી જેમાં અજાણી છોકરીનો ફોટો ડી.પી. તરીકે રાખી તથા અન્ય એક ફોટો બિભત્સ શેર કરી તેમા ધર્મેશના મોબાઈલ નંબર લખ્યા બાદ લખાણ લખ્યું કે “પેન્ટી ઓર બ્રા લેને કે લીયે” ધર્મેશની બહેનના નામનો સ્વાંગ રચી સોસીયલ મીડીયામાં માન પ્રતિષ્ઠાને હાની નુકશાન કરી બદનામી કરતાં આ અંગેની ફરિયાદ ધર્મેશ દ્વારા કલ્યાણપુર પોલીસમથકમાં નોંધાવતા પોલીસેં ગુન્હો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.