સગીરવયની દીકરીને દેહવ્યાપારમા ધકેલ્યા બાદ દુષ્કર્મનો મામલો,માતા અને બહેનને ૭ વર્ષની જયારે ૬ આરોપીઓને આજીવન કેદ

સગીરવયની દીકરીને દેહવ્યાપારમા ધકેલ્યા બાદ દુષ્કર્મનો મામલો,માતા અને બહેનને ૭ વર્ષની જયારે ૬ આરોપીઓને આજીવન કેદ

Mysamachar.in-જામનગર:

જામનગરમા ચકચાર જગાવનાર કેસની વિગત એવી છે કે, શહેરના સીટી સી ડિવિઝન પોલીસ મથક હેઠળના એક વિસ્તારમાં રહેતા રૂકસાનાબેન નામની મહિલાએ પોતાની જ ૧૫ વર્ષની સગીરવયની પુત્રીને ધાકધમકી આપી લોહીના વ્યાપારમાં ધકેલી હતી.જેમાં રૂકસાનાબેન ઉપરાંત એક મહીળા ભોગ બનનારને  ધમકી આપી માતાની મદદ કરી ગ્રાહકો પાસે દેહવ્યાપાર માટે જવા ફરજ પાડતી હતી.અંતે સગીરાએ ફરિયાદ નોંધાવતા પોલીસે તેણીની માતા, બહેન અને ગ્રાહક રણજીતસિંહ જાડેજા,બસીર હસન, વિનોદ ઉર્ફે ભુરા હીરાભાઈ, કિરણભાઈ જેરામભાઈ, અકબરગુલામ બદરમીયા,ભાવેશ સાયાણી,સામે દુષ્કર્મ,પોકસો સહિતની કલમ હેઠળ ગુન્હો નોંધી અદાલતમાં ચાર્જશીટ કર્યું હતું.

આ કેસ  અદાલતમાં ચાલી જતાં ભોગ બનનાર સગીરાએ તેણીની માતા જ અંગત લાભ માટે ભોગ બનનારને તેમના ઘેર અને ગ્રાહકો સાથે અન્ય સ્થળે દેહવ્યાપાર માટે મોકલતી હોવાનું નિવેદન આપ્યું હતું. આ ચકચારી કેસમાં સરકારી વકીલ કોમલબેન ભટ્ટની રજૂઆત, તપાસનીશ અધિકારી, તબીબની જુબાની, દસ્તાવેજી પુરાવાઓ ધ્યાને લઇ કોર્ટે ભોગબનનારની  આઠ આરોપીઓમાંથી માતા અને બહેનને સાત વર્ષની કેદ જયારે અન્ય છ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવાનો હુકમ કર્યો છે.