RTO કચેરીમાં બોગસ દસ્તાવેજના આધારે લાયસન્સ કાઢવાનું કૌભાંડ ઝડપાયું

RTO કચેરીમાં બોગસ દસ્તાવેજના આધારે લાયસન્સ કાઢવાનું કૌભાંડ ઝડપાયું

Mysamachar.in-રાજકોટ:

ગુજરાત સરકારનો RTO વિભાગ વારંવાર વિવાદમાં આવતો હોવાની ફરિયાદ ઉઠતી હોય છે, તેવામાં રાજકોટ RTO કચેરીમાં બોગસ દસ્તાવેજ રજુ કરીને લાયસન્સ કાઢી આપવાના કૌભાંડનો SOGની ટીમે પર્દાફાશ કરીને એક RTO એજન્ટ ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે,

SOGની ટીમે બાતમીના આધારે રાજકોટ RTO નજીક જ માધવ નામની દુકાનમાં દરોડા પાડીને RTOનું કામ કરતા હિમાંશુ વાળાની ધરપકડ કરીને તેના કબ્જામાંથી સ્કેનર વડે એડીટીંગ કરેલા આધાર કાર્ડ, જન્મના દાખલા, મરણના દાખલા, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની નામ વગરની માર્કશીટો, રાજકોટ જિલ્લા તથા શહેરના વિદ્યાર્થીના નામ વગરના લિવિંગ સર્ટીફીકેટ વગેરે મળ્યા હતા. અને ૧૯ લર્નિંગ લાઇસન્સમાંથી બોગસ દસ્તાવેજના આધારે ૧૧ જેટલા લર્નિંગ લાયસન્સ મળી આવતા કબ્જે  કરવામાં આવ્યા છે, તેમજ લેપટોપ,કોમ્પ્યુટર,પ્રિન્ટર વગેરે મળીને ફુલ 36 હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો,

રાજકોટનો આ RTO એજન્ટ પાસે જે અરજદાર લાયસન્સ કઢાવવા માટે આવે તેની પાસે પૂરતા દસ્તાવેજો ન હોય તેવા અરજદારોના બોગસ દસ્તાવેજ બનાવીને RTO કચેરીમાં લાઇસન્સ કઢાવી આપતો હતો, તેના પેટે 10,000 જેવી તગડીથી વસૂલ કરતો હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ કૌભાંડમાં વધુ નામો ખુલવાની શક્યતાના આધારે SOGની ટીમે આગળની કાર્યવાહી હાથ ધરતા RTO કચેરીમાં પણ રેલો આવ્યો છે.ત્યારે આવું જામનગરની કચેરીમા પણ કૌભાંડ ચાલતું હોવાનું ચર્ચાઇ રહ્યું છે.