Mysamachar.in:જામનગર:
હાલારના બંને જિલ્લામા કુદરતી સંપતિ સમાન જુદા જુદા ખનીજની ચોરી એ નવી બાબત નથી વારંવાર પ્રકાશમા આવતી આ ગેરરીતિઓ ડામવાની ઇચ્છાશક્તિ માત્ર સ્થાનિક જ નહી રાજ્ય કક્ષાએથી પણ નથી માટે દરેક જુથ સચવાય તે રીતે ખનીજ ચોરી માટે જાણે વિસ્તારો ગેરકાયદેસર ભાડાપટ્ટે આપવામા આવ્યા હોય તેમ લાગે છે, તેમજ જે કોઇ "માનીતા" નથી તેની ચોરી એક યા બીજા પ્રકારે પકડાય જાય છે, ખનીજ ચોરીના અનેક ઉદાહરણોમાંથી એક જોઇએ તો જોડિયાના ડોબર વિસ્તારમાં લીઝના નામે ખાણ ખનીજ અધિકારી કચેરીની મીઠી નજર હેઠળ બેફામ રેતીની ખનીજ ચોરી કરવામાં આવતી હોવાની વધુ એક ચોંકાવનારી ફરિયાદ ગાંધીનગર સુધી થયેલ છે. વધુમાં ચર્ચાતી વિગત મુજબ સ્થાનિક રાજકીય આગેવાન સહિત બધા ભેગા મળીને મોટાપાયે હપ્તાખોરીનો ખેલ રમીને વારંવાર સ્થાનિક ભાજપના કાર્યકર ગ્રામજનો વગેરે ઉચ્ચકક્ષાએથી ફરિયાદ કરવા છતાં પગલા ભરવામાં ન આવતા સ્થાનિક ભાજપના આગેવાનો સામે પણ શંકા જન્મી છે. મુખ્યમંત્રીના પારદર્શક વહીવટની પોલ ઉઘાડી પડી જતાં જોડિયા વિસ્તારમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.