રતનબાઈ મસ્જીદ નજીક ધોળા દિવસે રૂપિયા ૪૫૦૦૦ ની ચીલઝડપની ઘટના

રતનબાઈ મસ્જીદ નજીક ધોળા દિવસે રૂપિયા ૪૫૦૦૦ ની ચીલઝડપની ઘટના

Mysamachar.in-જામનગર:

જામનગરમાં રતનબાઈની મસ્જિદ નજીકથી પસાર થઈ રહેલા સાઇકલ સવાર નવનીતભાઈ કાકુ નામના વૃદ્ધની નજર ચૂકવી બે ગઠિયાઓ રૂપિયા ૪૫૦૦૦ ની રોકડ રકમ ભરેલ થેલાની ચીલઝડપ કરી રફુચક્કર થઈ ગયેલ હતા આ બનાવની જાણ થતાં સીટી એ ડિવિઝન તથા LCB સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો છે, અને બનાવ CCTV માં કેદ થતાં તેની મદદથી નાસી છૂટેલા શખ્સોને  ઝડપી લેવા નાકાબંધી ગોઠવી તપાસ હાથ ધરી છે. નવનીતભાઈ કાકુ નામના વૃદ્ધ બેન્ક માથી પેઢીના રૂપિયા ઉપાડી જતાં હોય તે દરમ્યાન ચીલઝડપનો આ બનાવ બનેલ છે, તેઓ બર્ધન ચોકમાં આવેલ સાબુની દુકાનમાં કામ કરતાં હોવાનું જાણવા મળેલ છે. ધોળા દિવસે ચીલઝડપ નો બનાવ બનતા પોલીસ પણ ધંધે લાગી ગઈ છે.