મિશનરી સ્કૂલના ત્રાસમાંથી મુક્તિ અપાવવા હિંમતનગરના સ્થાનિકોની રામધૂન 

મિશનરી સ્કૂલના ત્રાસમાંથી મુક્તિ અપાવવા હિંમતનગરના સ્થાનિકોની રામધૂન 

mysamachar.in-જામનગર:

જામનગર ની સેન્ટ ફ્રાન્સિસ સ્કુલના ગેઇટ બંધ કરવા મામલે છેલ્લા ઘણા સમયથી હિંમતનગરના લત્તાવાસીઓની માંગણી સાથે રજુઆત કરવા છતાં સ્કુલના સંચાલકો  અને તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં ઢીલાશ રાખતા નિભંર તંત્રને જગાડવા આજે બંધ ગેઇટની આગળ બેસીને રામધુન બોલાવીને લત્તાવાસીઓને કેવી મુશ્કેલી પડે છે તે દેખાડવાનો પ્રયાસ કર્યો છે 

જામનગર સેન્ટ ફ્રાન્સિસ સ્કુલનો મુખ્ય ગેઇટ ઉપરાંત એક ગેઇટ હિંમતનગર શેરીમાં આવેલ હોય આ ગેઈટમાંથી પણ પ્રવેશ ચાલુ હોવાના કારણે ભારે ટ્રાફિક સમસ્યા થતી હોવાથી લત્તાવાસીઓને આ સમસ્યા શીરદર્દ સમાન થઈ જતા મિશનરી સ્કુલના સંચાલકોને અનેકવાર રજુઆત કરી આ ગેઇટ બંધ કરવા જણાવ્યું હતુ પરંતુ ધ્યાન ન આપતા લગત વિભાગને પણ છેલ્લા ઘણા સમયથી રજુઆત કરવામાં આવી હતી પરંતુ લત્તાવાસીઓના માથાના દુઃખાવા સમાન સામાન્ય લાગતી આ સમસ્યા ધ્યાને લેવામાં આવતી નથી,

લત્તાવાસીઓ દ્વારા વચલો રસ્તો કાઢીને સ્કુલના 9 ગેઇટ આવેલા હોય હિંમતનગર શેરીનો આ ગેઇટ બંધ કરી અન્ય 8 ગેઈટમાંથી બાળકોને પ્રવેશ આપવામાં આવે તો ટ્રાફિક સમસ્યા હલ થાય પરંતુ લત્તાવાસીઓને વાત તંત્ર કે પછી શાળા સંચાલકો દ્વારા સાંભળવામાં ન આવતા અંતે  આજે રામધૂનો નવતર કિમીયો અજમાવીને લતાવાસીઓ ગેઇટ પાસે અડિંગો જમાવીને બેસી ગયા હતા વહેલી સવારથી જ હિંમતનગરના લતાવાસીઓ ગેઇટની પાસે બેસીને રામધુન બોલાવીને મહાનગર પાલિકાના સત્તાધિશોનું ધ્યાન ખેંચવા સાથે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ના કમિશનરને પત્ર લખી આ સમસ્યામાંથી છુટકારો અપાવવા  હિમતનગર ના સ્થાનિકો  દ્વારા રજૂઆત કરાઈ છે.